રાણકપુર ના નિવૃત ઈન્ડિયન વીર આર્મી જવાનનો સન્માન સમારંભ યોજાયો.
રાણકપુર ના નિવૃત ઈન્ડિયન વીર આર્મી જવાનનો સન્માન સમારંભ યોજાયો.

રાણકપુર ના નિવૃત ઈન્ડિયન વીર આર્મી જવાનનો સન્માન સમારંભ યોજાયો.
ઝીંઝુવાડાના અને ઓગડ તાલુકાના નાનકડા રાણકપુર ખાતે મામાને ત્યાં રહેતા ઝાલા ભરતસિંહ કિશનસિંહ માતા વિનુબા ઝાલાના કુખે જન્મ લઈ ૨૦ વર્ષ પહેલાં (જન્મ તા.૦૧/૦૬/૧૯૮૬) ઈન્ડિયન આર્મી વીર જવાન ભરતસિંહ ઝાલા દેશ સેવામા ૨૦૦૫ મા બેંગ્લોર ખાતે ઈન્ડિયન આર્મીમેન માં જોઈન્ટ થઈ જમુ કાશ્મીર,યુ. પી.,મેરઠ,પંજાબ જેવા સ્થળો પર પોતાની નિષ્ઠા પૂર્વક ની ફરજ બજાવી મા ભોમની રક્ષા કરી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ ના નિવૃત થઈ યશસ્વી ૨૦ વર્ષ પુર્ણ કરીને તા. ૦૧/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે જન્મભૂમિ રાણકપુર ખાતે પધારતા કાકા નાનુભા ઝાલા,છનુભા ઝાલા,વિનુભા ઝાલા સહીત બહેનો દ્વારા ભવ્ય સામૈયા દ્વારા સ્વાગત કરી નિવૃત સન્માન સમારોહ તેમજ સમાજના બંધારણ મુજબ સાદાઈ પૂર્વક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હિંગળાજ માતાજી ના દર્શન કરી પરિવારના આર્શિવાદ લીધા હતા. બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ,બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા,સહકાર અને સિંચાઈ સમિતિ બ.કાં. જિલ્લા પંચાયતના પુર્વચેરમેન પુરણસિંહ વાઘેલા,ઓગડ તાલુકાના કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ વદનસિંહ વાઘેલા, નચિકેતા સંસ્કાર ધામના પ્રમુખ બાબુભાઈ ચૌધરી (શેઠ), ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,વકીલ રાજુભાઈ બારોટ, બલાજી રાઠોડ ઈન્દ્રમાણા સહીત ગામ લોકોએ દરેકે મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમ નું સંચાલન દીપકભાઈ જોષીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





