GUJARAT

છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે થી વિકાસ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ

મુકેશ પરમાર,,નસવાડી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ઉજવણીનો માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રી ના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસયાત્રાને જનજન સુધી પહોંચાડવા ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામાં આવી રહી છે.વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત ઉપસ્થિત સૌ મહાનુભાવીએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કલેકટર કચેરી ખાતેથી નીકળેલ વિકાસ પદયાત્રાને સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પદયાત્રા કલેકટર કચેરી થી ગાંધીચોક, માણેક ચોક, પેટ્રોલ પંપ ચોકડી થી કલેક્ટર કચેરી પરત હતી. આ યાત્રામાં મોટી પોલીસ જવાનો, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

 

Back to top button
error: Content is protected !!