CHHOTA UDAIPURNASAVADI

Nasavadi : નસવાડી તાલુકામાં પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિન્તાતુર બન્યા

નસવાડી તાલુકામાં પવન સાથે કમોસમી વરસાદ પડતા કપાસ,તુવેર તેમજ અન્ય પાકો જમીન દોસ્ત થઇ ગયા કમોસમી વરસાદ પડતા ખેતીમાં નુકસાન કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિન્તાતુર બન્યા

નસવાડી તાલુકામાં 212 ગામો આવેલા છે અને આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને આખો તાલુકો ખેતી ઉપર નભે છે અને ખેડૂતો નો મુખ્ય પાક કપાસ અને તુવેર છે નસવાડી તાલુકાના ખેડૂતોએ મહામહેનત કરીને કપાસ તુવેર, દિવેલા તેમજ અન્ય પાકોની ખેતી કરી હતી અને માવજત કરીને ખેતી ઉભી કરી હતી હાલ ખેતરોમાં ખેડૂતોનો પાક તૈયાર થઇ ગયો હતો અને પાક લણવાનો સમય થઇ ગયો હતો તેવા સમયે પવન સાથે કમોસમી વરસાદ પડતા કપાસ ના છોડની ડાળીઓ ભાગીને જમીન દોસ્ત થઇ ગયા છે અને કમોસમી વરસાદ ના કારણે છોડ ઉપર લાગેલા ફૂલ પણ નીચે પડી ગયા છે અમુક જયાઓ ઉપર છોડ ઉપર લાગેલ કપાસ પણ પલડી ગયો છે જયારે બીજીબાજુ તૈયાર થઇ ગયેલો તુવેરનો પાક પણ પવનમાં નમી પડ્યો છે અને વરસાદથી તુવેર ના છોડ ઉપર લાગેલી ફૂલ પણ નીચે ખરી પડ્યા છે જયારે કમોસમી વરસાદ થી અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે જેનાથી ખેડૂતોને નુકસાન વેઠાવાનો વારો આવ્યો છે એક બાજુ કપાસના ભાવ ઓછા છે અને બીજી બાજુ કમોસમી વરસાદ પડ્યો છે જેના લીધે જગત નો તાત મુશ્કેલી માં મુકાયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!