BODELICHHOTA UDAIPUR

બોડેલી અલીપુરા ડેપો સામે ના વિસ્તારમાં બોડેલી નગરપાલિકા બન્યું ત્યારથી જ કચરાની ગાડી આવતી નથી લોકો ત્રાહિમામ રોગચાળા નો ભઈ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા નવીનગરી વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી કચરો ઉઠાવવા માટે નગરપાલિકાનું ટ્રેક્ટર ન આવતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ સફાઈ વ્યવસ્થામાં સુધારો થવાને બદલે સ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે. કચરાના નિયમિત નિકાલના અભાવે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે નવીનગરી નજીક આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યાંથી આવતી અસહ્ય દુર્ગંધ આસપાસના રહેવાસીઓ માટે જીવ લેતી સ્થિતિ સર્જી રહી છે રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ધોરણે સફાઈ વ્યવસ્થા ગોઠવવા અને કચરો ઉઠાવવાની નિયમિત વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરી છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો નિરોગી જીવન જીવી શકે

રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!