CHHOTA UDAIPURNASAVADI

નસવાડીના જય આદિવાસી મહાસંઘ દ્રારા વિવિધ માગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

 

મુકેશ પરમાર નસવાડી 

નસવાડી ના જય આદિવાસી મહાસંઘ દ્વારા ચૈતર વસાવાનાં સમર્થન,જિલ્લામાં શિક્ષકની ઘટ્ટ પૂરી કરવા,જંગલ જમીનના દાવાઓ,કોલેજના વિધાર્થીઓ માટે હોસ્ટેલની માંગ તેમજ આંગણવાડીઓ બનાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીનાં જય આદિવાસી મહાસંઘ દ્રારા નસવાડી દ્વારા દેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આદિવાસીઓના સળગતા પ્રશ્નો સરકાર સમક્ષ રજુ કરતા હતા અને આદિવાસી સમાજનાં પ્રશ્નોનું રજૂઆતો કરતા હતા. દેડીયાપાડા વન વિભાગ દ્વારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.તેને લઈને ચૈતરભાઈ વસાવા હાલ ભૂગર્ભમાં છે.ચૈતરભાઇ વસાવા પર જે સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા હતા.તે કેસ પાછા ખેંચવામાં આવે તેવી માંગ તેમજ છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જે ઘટ છે તે શિક્ષકોની ઘટ ભરવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી હતી જયારે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે હોસ્ટેલ ચાલુ કરવામાં આવે તેવી તેમજ તાલુકામાં કેટલાક પેટા પરા ગામોમાં આંગણવાડીઓ નથી ત્યાં આંગણવાડી બનાવવામાં આવે જયારે જંગલ જમીન 2006 કાયદા મુજબ સનદ આપવામાં આવે તેવી વિવિધ મગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!