નસવાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘કિશોરી મેળો’ યોજાયો
મુકેશ પરમાર,,નસવાડી
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા નસવાડી ગ્રામ સભા હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘કિશોરી મેળો યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, કિશોરીઓને આપવામાં આવતું પૂર્ણા શક્તિમાંથી વિવિધ વાનગીઓ બનાવી ખાવી જોઈએ જેથી તેમનો યોગ્ય શારીરિક વિકાસ થાય. કિશોરીઓને અઠવાડિયામાં એક વખત આપવામાં આવતી આયર્નની ગોળીથી તેમના શરીરમાં આયર્નની કમી રહેતી નથી. દરેક કિશોરીઓને પૂર્ણા શક્તિ અને આયર્નની ગોળી લેવા પર ભાર મૂક્યો હતો.આ “કિશોરી મેળા”માં ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં વિજેતા થયેલ કિશોરીઓને મહાનુભાવોના હસ્તે ભેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.મહિલા અને બાળ વિભાગની વ્હાલી દીકરી યોજના અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધ્યું માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન, મિલેટ્સ, બાળ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિનો ઉપયોગ કરી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા,, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મીલાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,પૂર્વ એસટી નિગમના ડીરેક્ટર જશુભાઈ ભીલ, બાળવિકાસ યોજના અધિકારી ભાવિકાબેન ચૌધરી, સરપંચ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, કિશોરીઓ સહિત મહિલાઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.