જમીનની ફળદ્રુપતા માટે જીવામૃત બની રહ્યો છે ખેડૂતનો વિશ્વસનીય સહયોગી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લખેલા પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’ના આધારે પ્રાકૃતિક ખેતીને બળ આપવા માટે જીવામૃતનો ઉપયોગ વધુ વધી રહ્યો છે.
આ દ્રાવણ જમીનને જીવંત બનાવવા અને પાકોની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અભિગમ અને પારંપરિક પદ્ધતિનો સુમેળ ધરાવતું આ દ્રાવણ હવે ખેતરમાં નવી ચેતના લાવી રહ્યું છે.
જીવામૃત બનાવવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર સાથે ગોળ, ચણાનો લોટ, ઝાડની નીચેની માટી અને 180 લીટર પાણી ભેળવીને એક પાત્રમાં સચવવામાં આવે છે. તેને દરરોજ બે વખત લાકડાના ડંડાથી હલાવીને છાયામાં 2-3 દિવસ માટે મુકવામાં આવે છે. શિયાળા તે 8 થી 15 દિવસ સુધી વાપરશક્ય હોય છે.
એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, જીવામૃત તૈયાર થયા પછી 14મા દિવસે તેમાં 7400 કરોડ જેટલા જીવાણુંઓ જોવા મળ્યા હતા, જે જમીનના જૈવિક જીવન માટે અત્યંત લાભદાયક છે. ગોળ અને ચણાનો લોટ જીવાણું વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે છાણ, ગૌમૂત્ર અને માટી મૂળ આધાર આપે છે.
જ્યારે જીવામૃત પિયત પાણી સાથે ખેતરમાં આપવામાં આવે છે ત્યારે જમીનની જૈવિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થાય છે. પરિણામે પાકો વધુ પોષક, રોગમુક્ત અને ગુણવત્તાવાળા ઊગે છે.
પ્રાકૃતિક ખેતી તરફ વધતાં પગલાંમાં જીવામૃત એક game-changer સાબિત થઈ રહ્યું છે. રાસાયણિક પદ્ધતિઓ છોડીને ખેડૂત વર્ગ હવે પૃથ્વી-મૈત્રી રીતે ખેતી કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.



