કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોલાગામડી ખાતે બોડેલી તાલુકાના મિશન કલસ્ટર પ્રગતિશીલ ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ.
મુકેશ પરમાર નસવાડી
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતમિત્રો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (મંગલભારતી) ગોલાગામડી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલીમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, છોટાઉદેપુર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (મંગલભારતી) ગોલાગામડીના સંયુક્ત ઉપક્રમે બોડેલી તાલુકાના મિશન કલસ્ટરના પ્રગતિશીલ ખેડૂતમિત્રોને તાલીમમાં ઉપસ્થિત કૃષિ તજજ્ઞશ્રીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન, વિડીયો પ્રસારણ તથા પ્રાકૃતિક કૃષિના આયમોનું જીવંત પ્રસારણ મારફતે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોલાગામડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.ભરતભાઈ મેહતા, વિષય નિષ્ણાત(એગ્રોનોમી) ચિરાગ પટેલ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,છોટાઉદેપુર જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.ડી. ચારેલ, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી ભાવેશભાઈ મેસરિયા, માસ્ટર ટ્રેનર કમ રીસોર્સ પર્સન શ્રી યાજ્ઞિકભાઈ સોલંકી, માર્કેટિંગ પ્લાનિંગ પ્રમોશન કન્સલ્ટન્ટ અને નોડલ ઓફિસર શ્રી અંકુરભાઈ રાઠવા, બોડેલીના તાલુકા પ્રોજેક્ટ મેનેજરશ્રી વ્રજેશભાઈ રાઠવા, ખેતી મદદનીશશ્રી નિલેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.