GUJARAT
નસવાડીના નવગામ પ્રાથમિક શાળામાં બે રસલ વાયપર સાપ દેખાતા ફફડાટ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડ્યા

મુકેશ પરમાર ,,નસવાડી
નસવાડી તાલુકાના નવગામ પ્રાથમિક શાળામાં આજે અચાનક બે રસલ વાયપર સાપ દેખાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અફરાતફરી મચી હતી. સાપ દેખાઈ આવે સાથે જ શાળાના શિક્ષક સુરેશભાઈ પંચોલીએ તરત જ સ્નેક રેસ્ક્યુ માટે કલારવ ટીમનો સંપર્ક કર્યો હતો.માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમના કાનાભાઈ અને ચિરાગભાઈ તાત્કાલિક શાળામાં પહોંચી ગયા હતા. બંને ઝેરી સાપોને પકડવા ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સાપોને જંગલ વિસ્તારમાં છોડવા માટે ટીમ લઈ ગઈ હતી.સમયસર પહોંચી ગયેલી રેસ્ક્યુ ટીમના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ટળી હતી.



