ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના સભ્યો છોટાઉદેપુર કલેક્ટર શ્રી ની શુભેચ્છા મુલાકાત અનેક જિલ્લા ના સામાજિક અને શૈક્ષણિક મુદાઓ ને લ લઇ ચર્ચાઓ કરી.

છોટાઉદેપુર ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા મંત્રી મનુભાઈ રાઠવા તેમજ નિરંજનભાઈ રાઠવા તથા વાલસિંગ ભાઈ રાઠવા એ છોટાઉદેપુર કલેક્ટર શ્રી ની શુભેચ્છા મુલાકાત લઈ છોટાઉદેપુર જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક સહીતની પ્રવૃત્તિઓ બાબતે ચર્ચાઓ કરી હતી અને છોટાઉદેપુર જિલ્લામાં સામાજિક તથા શૈક્ષણિક ઉત્થાન માટે તેમના ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રવૃતિઓ બાબતે કલેકટર શ્રી ને વાકેફ કર્યા હતા અને જરુરી સહકાર માટે વિનંતી કરી હતી.
ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા એ જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ની તૈયારીઓ કરતા ઉમેદવારો ને નિઃશુલ્ક કોચિંગ ક્લાસ થકી પોલીસ/પીએસઆઇ તથા વનરક્ષક ભરતી માં મળેલી આંશિક સફળતા વિશે પણ વાત કરી હતી, ઉપરાંત રાઠ વિસ્તાર ડેવલપમેન્ટ કાઉન્સિલ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય શરૂ કરી ઉંડાણ ના વિસ્તારોમાં શૈક્ષણિક સેવાકીય પહેલ વિશે પણ વાત કરી હતી તેમજ છોટાઉદેપુર જિલ્લા મથકે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અન્ય અભ્યાસ માટે રૂમ ભાડે રાખી ને અભ્યાસ કરતા યુવાનો તેમજ યુવતીઓ ને છોટાઉદેપુર ખાતે રહેવા માટે ની વ્યવસ્થા ઉભી કરવા માટે ૮ માર્ચે વિશ્વ મહિલા દિન નિમિત્તે ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વસેડી પાસે યુવતીઓ માટે હોસ્ટેલ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત થનાર છે તેનુ આમંત્રણ પણ કલેકટર શ્રી ને ટ્રસ્ટ નાં સભ્યો એ આપ્યું હતું , અને તેના થી રહેવા માટે ખુબ ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું હતું અને નવનિયુક્ત છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈન એ પણ તમામ મુદ્દાઓ પર હકારાત્મક પ્રતિભાવ આપી સહયોગ આપવા તત્પરતા દાખવી હતી.
બ્યુરો ચીપ અંજુમ ખત્રી છોટાઉદેપુર




