BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA
છોટાઉદેપુર જિલ્લા શિક્ષકોએ નેશનલ કક્ષાએ છોટાઉદેપુરની નામ રોશન કર્યું
શિક્ષક ઘનશ્યામભાઈ અને વિનોદભાઈએ નેશનલ યોગાસન ટૂર્નામેટ ચંદીગઢ ખાતે મેળવ્યો બ્રોન્ઝ મેડલ
ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ, કેન્દ્રિય મુલ્કી સેવા સાંસ્કૃતિક અને ક્રીડા બોર્ડ, નવી દિલ્હીના ઉપક્રમે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ સેક્ટર ૪૨ ચંદીગઢ ખાતે ૫ માર્ચથી ૮ માર્ચ દરમિયાન યોગાસન સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાઈ હતી.
જેમાં ગુજરાત સચિવાલય ટીમમાં વિવિધ વિભાગમાં ૨૦ જેટલા સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના મોટીઆમરોલ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ઘનશ્યામભાઈ મગનભાઇ રાઠવા અને વિનોદભાઈ સોલંકીએ એઈજ ગ્રુપ ૪૦ વર્ષથી ઉપરની યોગાસન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. સાથે છોટાઉદેપુર જિલ્લા તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર