મત્સ્યોધોગ અધિક્ષકની કચેરી છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ ખાતે મત્સ્ય ખેડૂતો માટે શિબિર યોજાઈ.
મત્સ્યોધોગ અધિક્ષકની કચેરી છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ ખાતે તા.૦૫/૦૩/૨૦૨૫ના રોજ મત્સ્ય ખેડૂતો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મત્સ્ય ખેડૂતોને આઇ-ખેડુત પોર્ટલ દ્વારા મત્સ્યોધોગ ખાતાની વિવિધ યોજના ની અરજી કેવી રીતે કરવી, ભારત સરકાર દ્વારા NFDP પોર્ટલ પર માછીમારો સાથે સંકળાયેલ ઈસમોના રજીસ્ટ્રેશન તેમજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય યોજના બાબતે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાનું ઊંડાણપૂર્વક માહિતી આપી કલ્યાણકારી યોજનાઓનો લાભ કઈ રીતે લેવા તે અંગે માહિતી આપ હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં આવેલ વિવિધ સિંચાઈ તળાવોના ઇજારદારશ્રીઓ, મત્સ્ય ખેડૂત મિત્રો હાજર રહેલ, જિલ્લામાં આવેલ મત્સ્યોધોગ સાથે સંકળાયેલ વિવિધ મંડળીના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીઓ, સભાસદોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મત્સ્યોધોગ સહકારી મંડળીના પ્રમુખો દ્વારા પોતાના વિવિધ અનુભવો વ્યક્ત કરેલ હતા તેમજ આવી શિબિરના આયોજનથી સરકારશ્રીની વિવિધ યોજનાનો છેવાળાના માનવી સુધી પહોંચશે તેવો મત્સ્ય ખેડૂતો દ્વારા ભાવ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મત્સ્યોધોગ ખાતાના વિષય તજજ્ઞ શ્રી આર.પી. સખરેલીયા, મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રી, વડોદરા, કુ.એ.પી.પટેલ, મત્સ્યોધોગ અધિક્ષકશ્રી, છોટાઉદેપુર, ભીમરાજ શર્મા, મદદનીશ મત્સ્યોધોગ અધિક્ષકશ્રી, કડાણા, રાજકમલ નાંદોલીયા, મદદનીશ મત્સ્યોધોગ અધિક્ષક(સી), છોટાઉદેપુર અને મત્સ્યોધોગ ખાતાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહીત મત્સ્યોધોગ સાથે સંકળાયેલ વિવિધ મંડળીના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીઓ, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર