GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

‘સખી સંવાદ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કાલોલના મધવાસ ની સ્વ-સહાય જુથ ની બહેન સાથે સંવાદ કર્યો

 

તારીખ ૦૧/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા મદિર ખાતે સ્વ-સહાય જૂથના કલ્પનાબેન સાથે તેમના સખી મંડળની કામગીરી-વ્યવસાય વિશે સંવાદ કર્યો હતો.જેમાં કાલોલના મધવાસના કલ્પનાબેને કહ્યું હતું કે, તેઓ રાજ્ય સરકારની સ્વ-સહાય જૂથ યોજનાના માધ્યમથી શ્રી ગણેશ મહિલા સખી મંડળ ચલાવે છે. જેમાં આજુબાજુની આઠ આંગણવાડીમાં ભૂલકાઓ માટે ગરમ ગરમ સુખડી તૈયાર કરીને પહોંચાડે છે. આ દ્વારા તેઓના મંડળને વાર્ષિક રૂ. ૧૫ લાખ જેટલી આવક થાય છે. આ વિતરણ બદલ ચેક દ્વારા તેમના સખી મંડળના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે.તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાનો વધુ લાભ લઇને અમે ગુજરાત લાઈવલીહૂડ કંપનીના સહયોગથી હજી બીજી વધારે આંગણવાડીઓ સુધી સુખડી પહોંચાડવા માંગીએ છીએ જેથી સ્વ-સહાય જૂથની બહેનોની આવક વધે-વધુ આર્થિક પગભર બનીને વધુ સારૂ જીવન જીવી શકે.આવી મહિલાઓને આત્મનિર્ભર બનાવતી યોજના બદલ તેમને સખી મંડળ વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!