GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની સામાન્ય સભા યોજાઈ.

♥ ધી સંતરામપુર અર્બન કો. ઓપરેટિવ બેંક લિ. સંતરામપુર ની ૭૬ મી વાર્ષિક સામાન્ય સભા તારીખ 27- 7- 2025. ને રવિવારે બેંકના સભાખંડમાં યોજવામાં આવી હતી.

અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર અર્બન કોપરેટીવ બેંક ની ૭૬ મી વાર્ષિક સામાન્ય સભા બેંકના ચેરમેન શ્રી નરેન્દ્રકુમાર પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

 

મેનેજર શ્રી યતીનકુમારે બેંકના હિસાબો ની ચર્ચા કરી હતી. હિસાબો પાસ કરવામાં આવ્યા હતા . કેટલાક સુધારા વધારા ની ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

બેંકના ચેરમેન શ્રી નરેન્દ્રકુમારે બેંકની કામગીરી ની ચર્ચા કરી હતી. તેમજ બેંકે મેળવેલ સિદ્ધિઓની પણ જાણ કરવામાં આવી. જેથી સભાસદો એ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બેંકે ૭૫ વર્ષ પૂરાં કરી ૭૬. મા વર્ષમાં સુંદર કામગીરી કરી હતી જે ગૌરવ ની વાત છે.

સભાસદો એ આઇસ્ક્રીમ નો આનંદ માણ્યો હતો. અંતે રાષ્ટ્રગીત ગાઈ સભાનું સમાપન કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!