CHUDAGUJARATSURENDRANAGAR

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે

તા.16/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૧૨:૦૦ કલાકે શ્રીજી વિદ્યાધામ સ્વામિ નારાયણ ગુરુકુલ કરમડ ખાતે પંચાબ્દી મહોત્સવમાં સહભાગી બની વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુકુળ મંદિરમાં બિરાજીત અતિ રમણીય બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાનું પાંચમુ વર્ષ ચાલી રહ્યું છે અને ગુરુકુળની સ્થાપનાનાં પાંચ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે જેના ભાગરૂપે તા.૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૨૪ સુધી પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરશે આ ઉપરાંત પંચાબ્દી મહોત્સવમાં સમૂહ લગ્ન, કથા, અન્નકૂટ મહોત્સવ, બિજમંત્ર અનુષ્ઠાન, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા અનેકવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!