GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં લાઈફસ્કીલ પ્રવૃત્તિઓ આધારિત બાળમેળો યોજાયો.

 

તારીખ ૦૯/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦માં બાળકોના સર્વાંગી વિકાસ માટે સહભ્યાસિક પ્રવૃત્તિઓને અભ્યાસ જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ, શાળાના તમામ શિક્ષકો તેમજ સીઆસસી કો ઓર્ડીનેટર નયનાબેનના માર્ગદર્શન હેઠળ ધોરણ-૧ થી ૫માં બાળવાર્તા,બાળગીત, માટીકામ, ચીટકકામ,રંગપુરણી, કાગળકામ,બાળરમતો,છાપકામ તેમજ ધોરણ- ૬થી૮ના વિદ્યાર્થીઓ આનંદમેળો,મહેંદી,રંગોળી,વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ,વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું તેમજ સામાજિક જનજાગૃતિ માટેની પ્રવૃત્તિઓનું આયોજન બાળમેળા અને લાઈફ સ્કીલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!