BHACHAUGUJARATKUTCH

ભચાઉ મધ્યે સર્વાઇકલ કેન્સર સામે દિકરી સુરક્ષા કવચ–HPV રસીકરણ અભિયાન ની શરૂઆત કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા – 02 માર્ચ  :ભચાઉ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંઘ, સી.એચ.સી. અધિક્ષક ડો.કુમાર ના હસ્તે HPV રસીકરણ અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો.સર્વાઇકલ કેન્સર સામે દીકરીઓને સુરક્ષા કવચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે આ મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરાયું. કાર્યક્રમ માં ઉપસ્થિત અર્બન મેડિકલ ઓફિસર ડો.વિભૂતિ કોટડીયા, તાલુકા હેલ્થ વિજીટર મંજુબેન ગરવા , તાલુકા હેલ્થ સુપરવાઈઝર સૂર્યકાંત પરીખ , એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર , તથા સ્ટાફ , આશા હાજર રહ્યા હતા.HPV રસીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ભચાઉ સહીત તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર માં 14 વર્ષ પૂર્ણ કરનાર દીકરીઓને HPV વેક્સીન આપવામાં આવી રહી છે, જેથી સર્વાઇકલ કેન્સર સામે મજબૂત રક્ષણ મળી રહે આવો, દીકરીઓના સ્વાસ્થ્ય માટે એકતાથી આગળ વધીએ અને કેન્સર મુક્ત સમાજની રચના કરીએ.

Back to top button
error: Content is protected !!