GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.૨૯/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

નાનામાં નાના ખેડૂત સુધી નવીનત્તમ ટેક્નોલોજી પહોંચાડવા તથા ખેડૂત ઓછા ખર્ચે વધુ આર્થિક વળતર મેળવે તે દિશામાં કામગીરી કરવા સૂચનો રજુ

Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાની ૨૨મી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયાની ૧૩મી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબીની ૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક ગત તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના યોજાઈ હતી.

આ બેઠકમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા, સંશોધન નિયામકશ્રી ડો. આર. બી. માદરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. બી. જાદવ, અટારી-પૂનાથી પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો. સાકીર અલી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ-જુનાગઢથી ડો. સી.એસ. પ્રહરાજ, સહવિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. સી. છોડવાડિયા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર-તરઘડિયાના સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. એસ. હિરપરા, બાજરા સંશોધન કેંદ્ર-જામનગરના સંશોધન વૈજ્ઞાનિક ડો. કે. ડી. મૂંગરા, ત્રણેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વડાશ્રીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન, આત્મા, ફોરેસ્ટ, ગોપાલ ડેરી વગેરેના પ્રતિનિધિઓ અને પ્રોગ્રેસીવ ખેડૂતો હાજર રહ્યા હતાં .

દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમના પ્રારંભ બાદ ડો. જી.વી. મારવીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાના વડા ડો. જી. વી. મારવીયા દ્વારા કેવિકે-તરઘડીયાની વિવિધ પ્રવૃતિઓના પ્રોગ્રેસ વિશે પ્રેજન્ટેશન રજૂ કરવામા આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો ડો. જે. એચ. ચૌધરી, ડો. જે. એન. ઠાકર, શ્રી ડી. પી. સાનેપરા, ડો. એમ. એમ. તાજપરા, શ્રીમતી હેતલબેન મણવર દ્વારા પોતાના હસ્તક રહેલ કામગીરીનો પ્રગતિ અહેવાલ અને એક્શન પ્લાન રજૂ કર્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયાના વડા ડો. એ. જે. ભટ્ટ દ્વારા કેવીકે-પીપળીયાની પ્રવૃતિઓના પ્રોગ્રેસ વિશે પ્રેજન્ટેશન રજૂ કરાયું હતું. કૃષિ વૈજ્ઞાનિકો ડો. સંજય ઉંધાડ, ડો. અરવિંદ પરમાર, ડો. વિજય પ્રજાપતિએ કામગીરીનો પ્રગતિ અહેવાલ અને એક્શન પ્લાન રજૂ કરેલ હતો. કેવિકે-મોરબીમાંથી ડો. કે. એન. વડારિયાએ કેવિકે-મોરબીની વિવિધ પ્રવૃતિઓના પ્રોગ્રેસ વિશે તેમજ પોતાના હસ્તક રહેલ કામગીરીનો પ્રગતિ અહેવાલ અને એક્શન પ્લાન રજૂ કરેલ હતાં.

આ તકે ડો. સી. એસ. પ્રહરાજે વિસ્તરણ પ્રવૃતિઓ થકી ખેડૂતોને માહિતગાર કરવા સૂચન કરેલ હતું. ડો. સાકીર અલી દ્વારા ખેડૂતો આધુનિક ટેકનોલોજી સરળતાથી સમજી શકે તે રીતે કેવીકે ખાતે ડેમોન્સ્ટ્રેશન યુનિટ વિકસાવવાનું સૂચન કરેલ. ડો. એન.બી.જાદવે લેબ ટુ લેન્ડ થકી નાનામાં નાના ખેડૂત સુધી નવીનતમ તકનીકો પહોંચે અને ખેડૂત અપનાવે જેના લીધે ઓછા ખર્ચે વધુ આર્થિક વળતર મળે તેવા પ્રયત્નો કરવા સુચન કર્યું હતું. ડો. આર. બી. માદરિયાએ ઉત્તમ કક્ષાનું બીજ ખેડૂતો સુધી પહોંચે એના માટેના સૂચનો કરેલ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાએ ખેડૂતોને નવીનતમ તકનિકીઓના ડેમોન્સ્ટ્રેશન મારફત ખેડૂતના ખેતર સુધી ટેકનોલોજી પહોંચે તેવા પ્રયત્નોની સાથે વાતાવરણને અનુકૂળ, વિસ્તારને અનુકૂળ નવી પાક પદ્ધતિ ખેડૂતો કેવી રીતે અપનાવી શકે તેના વિશે સૂચન કરેલ હતાં.

કાર્યક્રમના અંતમાં કૃષિ વૈજ્ઞાનિક ડો. જે. એચ. ચૌધરીએ આભારવિધિ સાથે ત્રણેય કેવીકેની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું સમાપન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!