દિકરીઓના જીવન બન્યા ઉમંગથી ભરપૂર

તપોવન ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં યોજાયો અદભૂત “કન્યાદાન-લગ્નોત્સવ” સમુહલગ્નનો ભવ્ય પ્રસંગ
જામનગર (ભરત ભોગાયતા)
એમ કહે છે કે “ગૃહસ્થાશ્રમ દરેક આશ્રમનો આશ્રય છે” અને દિકરીઓ વયસ્ક-પુખ્ત થાય ત્યારે તેઓના લગ્નના ઓરતાના મોજા ઘુઘવવા માંડે છે એક છુપો થનગનાટ હોય છે અનેક અરમાન જાગે છે,તેમજ લગ્ન ધામધૂમથી થાય વ્હાલ અને વાત્સલ્યથી થાય તેવી પ્રબળ ઇચ્છાઓ દીકરીઓને હોય તે સ્વાભાવિક છે.લગ્ન સંસ્કાર એ સનાતન પરંપરા છે,મનુ સ્મૃતિ મુજબના સોળ સંસ્કારમાંના એક છે.વિવાહ સંસ્કાર વખતે શાસ્રોક્તવિધી,વિવિધ માંગલિક પ્રસંગો તો હોય જ છે તેમાં ખૂબ મહત્વનો તબક્કો હોય છે “કન્યાદાન”નો, જે દાનનુ એક મુઠી ઉચેરૂ સ્થાન છે,એમ માનો કે લગ્નજીવનના પ્રારંભ કરતા પુર્વે દિકરીને ભાવપૂર્વક સોંપવાનું દાન છે,સાથે સાથે દિકરીઓને સાસરે જઇને જીવન જરૂરીયાતની કોઇ વસ્તુઓની ખોટ ન સાલે તે માટે “કરીયાવર”આપવાનો આપણે ત્યાં રીવાજ છે “કરીયાવર” એ માત્ર રીવાજ નથી,સાસરે જતી દિકરીને સન્માનપુર્વક રહેવા માટે લાગણીસભર ચીજ વસ્તુઓ આપવાની વિધી છે આ દરેક બાબતો ભાવસભર બને ત્યારે લગ્નોત્સવમાં પ્રાણ પુરાય છે.આવા જ પ્રાણ પુર્યા “તપોવન ફાઉન્ડેશન”ના ટ્રસ્ટીઓએ ગત તારીખ ૧૭/૧૧/૨૪ ના, વડીલ વાત્સલ્યધામ ખાતે,તે ધામધૂમભર્યા અને અદભૂત આયોજન પ્રસંગ અંગેની વિસ્તૃત વિગતો પત્રકાર તેમજ આ લગ્નોત્સવની મહાનુભાવો સત્કાર સમિતિના સ્વયંસેવક અને કાર્યકર્તા શ્રીમતિ નયના પરેશ દવે એ પુરી પાડી છે તેમજ તસવીરો પત્રકાર પરેશ હસમુખરાય દવે એ પુરી પાડી હતી.સમગ્ર આયોજન અંગેનુ આમંત્રણ પાઠવવા જુદી જુદી જવાબદારીઓમાંથી મીડીયા સહિતના ક્ષેત્રમાં આ કન્યાદાન-લગ્નોત્સવનું આમંત્રણ પત્રકાર સંજયભાઇ જાનીએ પહોંચાડ્યુ હતુ
સમગ્ર પણે જામનગર પંથક માટે પ્રેરક ગણાય,કન્યાઓના પરીવાર માટે યાદગાર ગણાય,સૌ આમંત્રીતો માટે અદભૂત કહેવાય તેવા આ ભાવસભર સમુહ લગ્નના આયોજન પ્રસંગના વિશિષ્ટ અને ધામધૂમભર્યા આયોજનના સાર રૂપે એમ કહેવાય કે હાલાર પંથકની સંસ્થા તપોવન ફાઉન્ડેશન નિર્મિત,માતુશ્રી શ્રીમતિ ઇચ્છાગૌરી છોટાલાલ જાની,વડીલ વાત્સલ્યધામ (વીજરખી રોડ,જામનગર)માં અનાથ દીકરીઓ,નબળા વર્ગની દિકરીઓ કે જેમના પિતા હયાત નથી તેવી ૧૬ દિકરીઓના કન્યાદાન-લગ્નોત્સવનો,સમુહલગ્ન નો પ્રસંગ ગત તારીખ ૧૭/૧૧/૨૪ના રોજ સંસ્થાના ફાઉન્ડર શ્રી રાજેનભાઇ જાની,ટ્રસ્ટી શ્રી પરેશભાઇ જાની અને ટ્રસ્ટી શ્રીમતિ વસુબેન ત્રિવેદીની જહેમતથી અને તેઓના અદભૂત આયોજન અને બહુમુલ્ય માર્ગદર્શનથી અને તેઓએ જુદી જુદી સુચારૂ વ્યવસ્થાઓ માટે કટીબદ્ધ કરેલા સ્વયં સેવક ભાઇઓ બહેનોની જુદી જુદી વ્યવસ્થા સમિતિઓની સમર્પિતતાથી સંપન્ન થયો હતો આ પ્રસંગ વિધીવિધાન સાથે,લગ્ન સમારંભ માટે આદર્શ જગ્યામાં , જુનાગઢ, ભવનાથના,ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુ-ગુરૂ શ્રી ત્રીલોકનાથજી બાપુ, ખીજડા મંદિરના ગાદીપતિ મહંત શ્રી૧૦૮ કૃષ્ણમણીજી સહિતના સંતો મહંતો , જામનગર જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવો, ધારાસભ્ય શ્રીમતિ રિવાબા જાડેજા સહિતના જન પ્રતિનિધીઓ, લોહાણા સમાજના ગુજરાતના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલ સહિતના આગેવાનો,તબીબો,પુર્વ મેયરો સહિત સૌ આમંત્રીતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો
એ વખતે હેતસભર દ્રશ્યો સર્જાયા હતા અને ૧૬ દિકરીઓ જેમને પ્રભૂતામાં પગલા માંડ્યા તેમના જીવન ઉત્સાહસભર બન્યા હતા.સાથે દિકરીઓને અપાયેલા કરીયાવરમાં તેમને રોજ બ રોજની જીવન જરૂરીયાતની એટલી વસ્તુઓ આપવામાં આવી હતી કે એમ કહી શકાય કે કંઇ ન ઘટે.
આ બધું જ આયોજન સહેલુ નથી,ભાવના હોય,સમર્થતા હોય,સંકલ્પ હોય,સંયોગ હોય,સમાજ પ્રત્યે સન્માન હોય,વ્યવસ્થાની સુસજ્જતા હોય,દીર્ઘદ્રષ્ટીભર્યુ આયોજન હોય…..ત્યારે આવા લગ્નોત્સવ ધામધૂમ પુર્વક યોજી શકાય છે,કોઇ પરીવારમાં એક દિકરીના લગ્ન હોય તો પણ ખૂબજ જહેમત ઉઠાવાતી હોય છે ત્યારે અહી ૧૬ દીકરીઓના લગ્ન યોજાયા તે પણ ધામધૂમથી તે અંગે ટ્રસ્ટીઓના સઘન માર્ગદર્શન સાથે કાર્યકર્તાઓની જહેમત,૧૬ દીકરીઓના પરીવારના ઉત્સાહ,ઉપસ્થિતોના આશીર્વાદ વગેરેથી સંપન્ન થયા. સુવિધાસભર ઉતારા , મંડપારોપણ(માંડવા પ્રસંગ) વિધી ,જાજરમાન મંડપો સુંદર બેઠક વ્યવસ્થા,અનેરૂ સ્ટેજ,રોશનીઓના ઝળહળાટ,સુંદર સંચાલન,જાનના ભાવભર્યા સામૈયા,શાસ્રોક્ત લગ્નવિધી,મહેમાનોના સ્વાગત,ભવ્ય અને સ્વરૂચી ભોજન સમારંભ,જાનને(દિકરીઓને) વિદાય સહિતના અનેક તબક્કાઓ સુંદર રીતે અને ભાવભર્યા સંપન્ન થયા હતા.
ખાસ કરીને દીકરીઓ માટે આવા પ્રસંગો યોજવા અંગે ટ્રસ્ટીઓ શ્રી રાજેનભાઇ જાની,પુર્વ મંત્રી પ્રો.શ્રીમતિ વસુબેન,શ્રી પરેશભાઇ જાનીએ જણાવ્યુ છે કે સાસરે જતી દીકરી બે ઘરનું અજવાળુ છે તેને પિયર માટે લગાવ અને સાસરે જવાબદારીઓ બંને હોય છે જે નિભાવવુ અઘરૂ હોય છે તેમજ જ્યારે દીકરીઓ માટે કન્યાદાન પણ ખૂબજ અગત્યનો તબક્કો છે એ પુણ્ય કર્મ છે ઉપરાંત આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ લગ્ન થાય સાથે બધી જ જરૂરીયાતની કરીયાવર રૂપે ભેંટ અપાય તેમજ ધામધૂમપુર્વક લગ્ન યોજાય…..વગેરે બધું જ જીવનભરનું સંભારણું બને છે અને આ રીતે દુલ્હન બનતી કન્યાને પરણવા આવતા વરરાજાને પણ માન સન્માન તેમજ વિવિધ વિધી સમારંભો સાથેના વિવાહ સંભારણા સમાન બની રહે છે જે સફળ બનાવવા અમારો નમ્ર પ્રયાસ હોય છે કેમકે અનાથ દીકરીઓ,પિતા હયાત ન હોય તેવી દિકરીઓ,નબળા વર્ગની દિકરીઓને જીવનના અતિ મહત્વના પડાવ લગ્નનો પુરતો લ્હાવો મળી રહે છે માટે આ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આમંત્રીના પ્રતિભાવ મુજબ તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રીઓના આ કન્યાદાન-લગ્નોત્સવ સમુહ લગ્નના આયોજનથી અનાથ કે પિતા હયાત નથી તેવી જુદા જુદા સમાજની ૧૬ દીકરીઓના જીવનમાં અનેરો ઉજાસ અને ઉત્સાહ છવાયા છે તેમ તેઓના પરીવાર સગા સ્નેહી સૌ માટે આ પ્રસંગ યાદગાર બની જવા પામ્યો છે.
_________તપોવન ફાઉન્ડેશન વિષે થોડુ___________
તપોવન ફાઉન્ડેશન વિષે વિગતથી હવે પછીના લેખ પાર્ટ-૨ માં વિશેષ જોઇશુ અને આ તકે પણ “તપોવન” ના સેવાયજ્ઞ ની ઝલક જોઇએ તો
તપોવન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર શ્રી રાજેનભાઈ જાની, ટ્રસ્ટીશ્રી પ્રો. શ્રીમતિ વસુબેન ત્રિવેદી (પૂર્વમંત્રીશ્રી-ગુજરાત) તથા ટ્રસ્ટીશ્રી પરેશભાઈ જાની ના માર્ગદર્શન મુજબ સેવાકીય પ્રવૃતિઓ થાય છે તેમા….
૧. વયવંદના સ્વરૂપે નિઃસંતાન અથવા દિકરીના માતા-પિતાને હુંફ આપતું આધુનિક સુવિધાઓ સાથે સુસજજ નિઃશુલ્ક “વડીલ વાત્સલ્યધામ”.
૨. મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી, અલગ-અલગ જ્ઞાતિની ૧૬ અનાથ દિકરીઓના મા-બાપ બની સમૃધ્ધ કરીયાવર સાથે સમુહ લગ્નનું કન્યાદાન લગ્નોત્સવ-૧ ” નું આયોજન પ્રથમ ૨૦૨૨ માં થયુ હતુ
૩. ” કન્યાદાન લગ્નોત્સવ” માં નિઃસંતાન દંપતિઓને સર્વે દાનમાં શ્રેષ્ઠ એવા કન્યાદાનનો લાભ અપાય છે
૪. ‘વડીલ વાત્સલ્યધામ’ ના વડીલોને હવાઈ યાત્રા સાથે હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા અને વૃંદાવનની તીર્થયાત્રા કરાવવામાં આવી હતી
૫. કોરોનાની મહામારીમાં ગુમાવેલા સ્વજનોનાં મૃત્યુ પછીની શાસ્ત્રોકત વિધિ કોરોના સંક્રમણના ભય સામે પોતાના અને પરિવારનો વિચાર કર્યા વિના કરનાર કર્મકાંડી ભુદેવોનું બહુમાન કરાયુ હતુ
9. કોઈપણ સમાજની દિકરીના લગ્ન અને યજ્ઞોપવિત નિઃશુલ્ક રીતે હિન્દુ શાસ્ત્રોકત વિધિથી
સંસ્થાના આધુનિક હોલમાં કરાવવામાં આવે છે તેમજ મર્યાદિત સંખ્યામાં ભોજન સહિતનો ખર્ચ પણ સંસ્થા વહન કરે છે.
૭. કોઈપણ સંસ્થા, સત્સંગ મંડળ કે વ્યકિતગત આયોજિત સપ્તાહ જેવા ભગવદીય કાર્ય માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે.
૮. હરેશ્વર મહાદેવ મંદિર તથા તેના પ્રાંગણમાં આવેલ વિશાળ યજ્ઞ મંડપમાં બધાજ તહેવારોની ઉજવણી, પૂજા તથા યજ્ઞ માટેની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા.
૯. દરેક કુદરતી આફતના સમયે જરૂરીયાતમંદોને ભોજન વિતરણ તેમજ કોરોનાના કપરા કાળમાં ૧૩૦૦૦ થી વધુ લોકો સુધી તૈયાર ભોજન તથા કીટ તૈયાર કરી પહોચાડયા તથા મંદિરોમાં નિઃશુલ્ક સેનીટાઈઝેશન કર્યુ હતુ.
૧૦. વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી તેમજ તુલસીના રોપાનું ઘેર-ઘેર વિતરણ થાય છે.
તપોવન ફાઉન્ડેશન જામનગર પાન નંબર: AADTT394GR
CIT (મુક્તિ અમદાવાદ 80G/2028-21/A/10179)
CSR નંબર: CSR00009339
___________________
કન્યાદાન-લગ્નોત્સવ (સમુહ લગ્ન)પ્રસંગના આમંત્રણના રૂડા અને ભાવ ભર્યા શબ્દો જોઇએ તો……..
આમંત્રણ
તપોવન ફાઉન્ડેશન- જામનગર વડિલ વાત્સલ્યધામ દ્વારા વિવિધ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેના ભાગરૂપે સમાજની સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણિ દિકરીઓ માટે હિન્દુ શાસ્ત્રોકત વિધિથી “ કન્યાદાન લગ્નોત્સવ-૨” તા. ૧૭/૧૧/૨૦૨૪ રવિવાર ના રોજ ઉજવાશે તેમાં સર્વજ્ઞાતિની ૧૬ દિકરીઓ લગ્નના પવિત્ર બંધને બંધાશે અને પ્રભુતામાં પગલા પાડશે.
“કન્યાદાન” માતા-પિતા માટે જીવનની અમૂલ્ય ક્ષણ છે. હિન્દુ શાસ્ત્રો અને સંસ્કૃતિમાં તમામ દાનમાં કન્યાદાનને શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે.
આપણી આ વહાલી કંકુવર્ણી ૧૬ દિકરીઓના સપનાઓને પાનેતરના પાલવે બાંધવાના આ પુણ્યોત્સવમાં આપશ્રી આશિર્વાદ આપવા ઉપસ્થિત રહેશો તેવા ભાવ સાથે આપશ્રીને હદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ.
:: નિમંત્રક ::
શ્રી રાજેનભાઈ સી. જાની ફાઉન્ડર
પ્રો. શ્રીમતી વસુબેન ત્રિવેદી (પૂર્વ રાજ્ય મંત્રીશ્રી) ટ્રસ્ટી
શ્રી પરેશભાઈ એ. જાની ટ્રસ્ટી મો. ૯૮૭૯૫ ૧૦૭૫૪
તપોવન ફાઉન્ડેશન
કંકુનગર, ગામ : વિજરખી, જામનગર-કાલાવડ રોડ, અલીયાબાડાના પાટીયા પાસે, તા. જી. જામનગર-૩૬૧૧૧૦, ગુજરાત. Website: webmail.tapovanfoundation.com E-mail: info@tapovanfoundation.com
__________________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist (govt.accredate)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com











