જિલ્લાના પ્રકૃતિ પ્રેમી નિષાદભાઈ ભોઈ દ્વારા ચકલીઓ માટે શરૂ કરાયું “ચહક અભિયાન”

તારીખ ૨૧/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
દિનપ્રતિદિન ભારતમાં તથા ગુજરાતમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. નાનકડું આ પક્ષી ખેડૂતો માટે ખૂબ જ ઉપકારક છે.નાની જીવાતો, જીવજંતુઓ, તીડ, ઇયળો વગેરેને ખાઇ જઈ ખેડૂતના ઊભા પાકનું રક્ષણ કરે છે. પરંતુ પ્રદૂષિત વાતાવરણ તથા ખેતપેદાશોમાં થતા બેફામ પેસ્ટિસાઇડ્સના ઉપયોગના પરિણામે આજે ચકલી નામશેષ થવા જઈ રહી છે ત્યારે અનેક સ્વયં સેવી સંસ્થાઓ તથા ઉત્સાહી પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યો કરી ચકલીને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના યુવાન શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી એવા નિષાદભાઈ ભોઈ દ્વારા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ, ભાયાવદરની પ્રેરણાથી ચકલીઓને બચાવવા “ચહક અભિયાન” શરૂ કરવામાં આવ્યું. જેમાં પ્રકૃતિ પ્રેમી નિષાદભાઈ ભોઈ દ્વારા ૮૦૦ થી વધુ ચકલીના માળા લોકો સુધી પહોંચાડી ચકલીના અસ્તિત્વને બચાવવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.






