GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળા ખાતે બાળ મેળા ની નાના બાળકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૦૪/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ તારીખ ૦૩/૦૮/૨૦૨૪ ને શનિવાર કાલોલ તાલુકાની કાલોલ કુમાર શાળામાં બાળમેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિઓને બહાર લાવવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી ખાસ કરીને એક થી પાંચ ના બાળકો માં વેસ્ટ માંથી બેસ્ટ વેપર કટીંગ માટીમાંથી નમુના બનાવવા બહારના કુદરતી પદાર્થોમાંથી શિક્ષણનો હેતુ સિદ્ધ થાય એવા રમકડા બનાવવા તેમજ ધોરણ છ થી આઠ માં બાળકોમાં સ્કિલનો વિકાસ થાય તે અંતર્ગત ફ્યુઝ બાંધવો કુકર રીપેરીંગ ટાયરોનું પંચર તેમજ વિવિધ કાગળના કટીંગ દ્વારા અને થરમોકોલ દ્વારા મોડલ્સ બનાવવા તેમજ બાળકો દ્વારા ઘરેથી પકોડી, ઢોકળા , ખમણ તેમ જ શાકભાજી વેચાણ અંગે સ્ટોર ઊભા કરી તેમનામાં રહેલી ગાણિતિક અધ્યયન અને વેચાણ અંતર્ગત સ્કીલ નો વિકાસ ને આવરી લેતી પ્રવૃત્તિ સાથે આનંદ સાથે તમામ બાળકોએ ઉત્સાહભેર ઉજવણી કરી.

Back to top button
error: Content is protected !!