GUJARATMAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન

મહીસાગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરાયું
**
અમીન કોઠારી
મહીસાગર
વંદે માતરમ ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં વિવધ સરકારી કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ વંદે માતરમના સમૂહગાનમાં જોડાયાં હતાં. પ્રાંત અધિકારીશ્રીઓની કચેરી, મામલાતદાર કચેરીઓ, જિલ્લાની નગરપાલિકાઓ વગેરેમાં ઉત્સાહપુર્વક આ ઉજવણી કરવામાં આવી હતી. સમુહગાન સાથે સાથે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ પણ લીધાં હતાં.




