DAHODGUJARAT

ચોસલાની એન.એમ વોટર એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દેવગઢબારીઆના કેલીયા કબીર મંદિર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તા.૩૧.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ચોસલાની એન.એમ વોટર એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દેવગઢબારીઆના કેલીયા કબીર મંદિર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દેવગઢબારીઆ ના કેલીયા કબીર મંદિર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમની શરૂઆત ભારતીય વેદલક્ષણ ગૌ -માતાનું પૂજન કરીને કરવામાં આવી.ગામમાંથી દરેક ખેડૂતના ઘરેથી લાવેલ માટીની સ્થાપના કરી વિધિવત પૂજન -આરતી કરવામાં આવી. કાર્યક્રમના વક્તા શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે માતા ભૂમિ પુત્રો પૂર્થવ્યા :-અર્થાત ભૂમિ અમારી માતા છે અને અમે તેના સંતાનો છીએ. વધુમાં ભગવાન રામના ઉદગાર -જનની જન્મ ભૂમિશ્વ સ્વર્ગાદપી ગરિયસી -” જન્મ આપનારી માતા અને જન્મભૂમિ મહાન છે ” તેમને વધુમા જણાવ્યુ હતુ કે ભૂમિ પોષણ અને સંરક્ષણની કેમ જરૂર પડી કારણ કે હજારો વર્ષોથી આપણે ભારતની ભૂમિ પર પરંપરાગત ખેતી કરતા આવ્યા છે પરંતુ કેટલાક વર્ષો સુધી ભારત ગુલામ રહ્યો અને વિદેશી લોકો ભારતની સમૃદ્ધિ ને લુંટી ગયા આઝાદી પછી દેશમાં અનાજની તંગીથી ,૧૯૬૦ ની આસપાસ થી આપણે યુરિયા, ડી એ પી જેવા રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો ઉપયોગ ખેતીમાં કરવા લાગ્યા અને આના કારણે આપણી જમીન બંજર બની અને બીન ઉપજાઉ થઈ ગય .રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના છંટકાવના લીધે માનવ જીવન પર વિપરીત અસર પડી અને ગંભીર રોગોનો સામનો કરવો પડે છે .આ બધામાથી મુક્ત થવુ હોયતો આપણે ઝેરમુક્ત ખેતી કરવી પડશે આપણી પૌરાણિક પધ્ધતિનો ઉપયોગ કરવો પડશે આના માટે આપણને ભારતીય મૂળની વેદલક્ષણા દેશી ગાયના ગોબર (છાણ ),ગૌમુત્ર નો ઉપયોગ કરીને જમીનને, પાકને જરૂરી પોષક તત્વો પુરા પાડી શકાયછે આપણી ભાવિ પેઢી અને આપણી ભૂમિને બચાવવી હશે તો આપણે કુદરતી ખેતી તરફ વળવુ પડશે. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી પર્વતભાઈએ પણ કુદરતી ખેતી તરફ પાછા વળવા જણાવ્યું હતું -આ પ્રસંગે સદગુરુ ફાઉન્ડેશન ના C.C અને C.R.P તથાએલ. આઈ ફેડરેશન લીમખેડાના મેનેજર  જશવંતભાઈ ચૌહાણ તથા ગામમાંથી ખેડૂત ભાઈઓ અને સ્થાનિક સંતો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!