BODELICHHOTA UDAIPURGUJARAT

કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલા નુકશાન ની તાગ મેળવતા છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન

વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર અને સોયાબીન પાકને નુકસાન થયું છે. જિલ્લામાં કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે ખેતરમાં ઉભા પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆત સાંભળી હતી.નોંધનીય છે કે આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં ૨૨૩૦૦ હેક્ટરમાં ડાંગર અને ૨૩૨૩ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ. પંચાલ, મદદનીશ ખેતી નિરીક્ષક કુંજલ પટેલ, તલાટી, ગ્રામસેવક અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!