ચોટીલા નાયબ કલેકટરે ગેરકાયદેસર બેલા રેતીનું વહન કરતા 3 ટ્રેક્ટરો ઝડપી રૂ.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ગેરકાયદેસર ખનીજ વહન સામેની કાર્યવાહીને વધુ વેગ આપતા ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા આજે સવારના અરસામાં ચોટીલા થાનગઢ રોડ પરથી ઓવરલોડ અને ગેરકાયદેસર રીતે બેલા તેમજ સાદી રેતીનું વહન કરતા ૩ ટ્રેક્ટરો ટ્રોલી સાથે જપ્ત કરવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન, કુલ રૂ.૨૪,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં વાહનો અને ખનીજ જથ્થાનો સમાવેશ થાય છે આ ટ્રેક્ટરો ગુજરાત મિનરલ, ૨૦૧૭ નું ઉલ્લંઘન કરી રહ્યા હતા જ્યારે જપ્ત થયેલા વાહનોના માલિકો વિરૂધ્કાધ યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાયબ કલેકટર દ્વારા જપ્ત કરાયેલા વાહનો અને મુદ્દામાલને વધુ કાર્યવાહી માટે મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે આ કડક કાર્યવાહીના કારણે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.