CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

ચોટીલા પ્રાંત અને મામલતદારની ટીમ ભૂમાફિયાઓ પર ત્રાટકી મનડાસર વિજળીયામા દરોડા પાડી રૂ.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ થાનગઢ મામલતદાર અને તેમની ટીમ દ્વારા બે અલગ અલગ સ્થળોએ આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પીળી અને સફેદ માટીનું ગેરકાયદે ખનન ઝડપી પાડી કુલ રૂ. ૭૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તંત્રને મળેલી બાતમીના આધારે મનડાસર ગામના ખાનગી માલિકીના સર્વે નંબર ૨૬૨ તથા વીજળીયા ગામના સરકારી ગૌચર સર્વે નંબર ૧૧૫ વાળી જમીનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી સ્થળ પર તપાસ કરતા મોટા પાયે પીળી અને સફેદ માટીનું ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું રેડ દરમિયાન તંત્રએ એક હિટાચી મશીન માલિક મશરૂભાઈ ડાયાભાઇ નાગકુડિયા, એક ટ્રેક્ટર માલિક સુરેશભાઈ ચૌધરી રાજસ્થાની, એક મોટું જનરેટર મશીન માલિક સુરેશભાઈ ચૌધરી રાજસ્થાની સાધનો જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે ખસેડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જ્યારે ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા ધીરૂભાઈ રત્નાભાઈ સરવાડીયા તેમજ વાહન માલિકો સામે ‘The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017’ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!