ચોટીલા પ્રાંત અધિકારીએ રોડનું કામ ગુણવત્તા યુક્ત ન થતાં બેદરકારી દાખવવા બદલ નોટીસ ફટકારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ગત તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ ચોટીલા શહેરમાં આવેલ મનહરપાનથી લઇને થાન રોડ સર્કલ સુઘીના સી.સી. રોડની કામગીરી ગુણવતા યુકત ન કરતા નાયબ કલેકટર ચોટીલા નાઓએ વિરાટ ડેવલો૫ર્સ, રાજકોટ વાળાને નોટીસ પાઠવતા તેઓએ હાજર રહી રજુઆત કરેલ કે નીલકંઠ પાર્કથી બ્રહાણી વૃડ વર્કસ સુઘીના સી.સી.રોડની કામગીરી અન્ય વ્યકિતને આ૫વામાં આવેલ હતી જે ઘ્યાને લઇ ચોટીલા નગરપાલીકા દ્વારા તપાસ કરાવી નીલકંઠ પાર્કથી બ્રહાણી વૃડ વર્કસ સુઘીના સી.સી.રોડની કામગીરી માટે વર્ક ઓડર જતીનભાઇ રાવલ, અજય કન્સ્ટ્રકશન, રાજકોટ વાળાને આ૫વામાં આવેલ હતો જેથી તા.૧૧/૦૯/૨૦૨૫ના રોજ ચોટીલા નાયબ કલેકટરે રોડની કામગીરી ગુણવતા યુકત કરેલ ન હોવાની બેદરકારી ઘ્યાને લઇ જતીનભાઇ રાવલ, અજય કન્સ્ટ્રક્શન, રાજકોટ વાળાને નોટીશ ફટકારી છે જ્યારે સી.સી. રોડની કામગીરી સને. ૨૦૨૪ માં પૂર્ણ કરવામાં આવેલ હતી એક વર્ષ જેટલો સમય પૂર્ણ થયેલ નથી ત્યાં સદર રોડ સંપૂર્ણ તૂટી જવા પામેલ છે જેથી ગુણવતા યુકત કામગીરી ન કરી બેદરકારી કરેલ હોવાનું પ્રાથમિક રીતે નાયબ કલેકટર ચોટીલ એચ.ટી.મકવાણાનાઓએ જણાતા સદરહુ સી.સી. રોડના કોન્ટ્રાકટર જતીનભાઇ રાવલ, અજય કન્સ્ટ્રક્શન રાજકોટને નોટીશ ફટકારી છે વધુમાં ચોટીલા નગરપાલીકા ચીફ ઓફીસરને આ રોડની ફાઇલ સાથે હાજર રહેવા સુચના આપી હોવાનું નાયબ કલેકટર ચોટીલ એચ.ટી. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.