ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતર મેળામાં પાર્કિંગની વધુ ફી વસૂલતા પાર્કિંગ સંચાલકોને ચેતવણી આપી
તરણેતર લોકમેળામાં પાર્કિંગની કડક ચકાસણી વધુ રકમ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે - SDM

તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તરણેતર લોકમેળામાં પાર્કિંગની કડક ચકાસણી વધુ રકમ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે – SDM, વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના લોક મેળામાં આવતા મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે મેળા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે અને મુલાકાતીઓ પાસેથી વધુ રકમ વસૂલવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ વિવિધ ખાનગી પાર્કિંગ સ્થળોની ઓચિંતી મુલાકાત લીધી હતી વહીવટી તંત્ર દ્વારા મેળામાં કુલ ૨૮ જેટલા અલગ અલગ પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ ખાનગી પાર્કિંગ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ફોર વ્હીલર અને થ્રી વ્હીલર માટે ૧૦૦ અને ટુ વ્હીલર માટે ૫૦થી વધુ રકમ વસૂલવી નહીં આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી આ સૂચનાના અનુસંધાને નાયબ કલેક્ટર મકવાણાએ તરણેતર મેળાના ખાનગી પાર્કિંગ સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતીવતેમણે વાહન ચાલકો અને મુલાકાતીઓ સંપર્ક સાધીને પૂછપરછ કરી હતી કે તેમની પાસેથી નિર્ધારિત રકમ કરતાં વધુ પૈસા તો વસૂલવામાં નથી આવ્યા ને આ ઉપરાંત, તેમણે વાહન પાર્કિંગની પહોંચની પણ ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી ત્યારે આ ઓચિંતી તપાસથી પાર્કિંગ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે મેળાના દિવસો દરમિયાન આ પ્રકારની ચકાસણી ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.



