કાલોલ પોલીસની સતર્કતાને સલામ: ડીવાયએસપી નવીન આહીર અને પીઆઇ આર.ડી.ભરવાડનું ફૂલહારથી સ્વાગત.

ગૌતારીખ ૩૦/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી કરવા બદલ સ્થાનિક સામાજીક અગ્રણીઓ અને જાગૃત નાગરિકો દ્વારા કાલોલ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી છે. જેમાં કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ મંત્રી ડો. પરાગભાઈ પંડ્યા સહિત સંગઠનના હોદ્દેદારો અને યુવા કાર્યકરો દ્વારા ડીવાયએસપી નવીન આહીર અને પીઆઇ આર.ડી. ભરવાડને ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યાં આ પ્રસંગે જીલ્લા ભાજપ મંત્રી ડો પરાગભાઇ પંડ્યા એ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગૌવંશના સંરક્ષણ માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી સતર્ક અને પ્રશંસનીય કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે. જ્યાં સંગઠનના હોદ્દેદારોએ સમગ્ર કાલોલ પોલીસ પરિવારને તેમની નિષ્ઠાપૂર્વકની સેવા બદલ હાર્દિક અભિનંદન તથા આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા અપીલ કરી હતી. જ્યાં પોલીસ અધિકારીઓએ પણ સંગઠન દ્વારા મળેલા સન્માન બદલ આભાર માની કાયદો-વ્યવસ્થા જાળવવા હંમેશા પ્રતિબદ્ધ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.







