ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા સર્કિટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

તા.19/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વહીવટી તંત્રમાં શિસ્ત અને નિયમોના પાલન અર્થે કડક વલણ અપનાવ્યું છે ચોટીલા શહેરમાં આવેલ સરકારી સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસણી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ચાર બિન- સરકારી વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે રોકાયેલા મળી આવ્યા હતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સર્કિટ હાઉસની મુલાકાત લેતા ત્યાં હાજર ચાર વ્યક્તિઓની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ હતી તેઓની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિઓ કોઈપણ સત્તાવાર મંજૂરી વિના કે નિયમ વિરૂધ્ધમાં હરેશભાઇ માવજીભાઇ ગઢવી રહે, ગારીડા, રાજકોટ, હરેશભાઇ પોલાભાઇ વાઘેલા રહે, ગુંદા, ચોટીલા, અરવિંદભાઇ પાંચાભાઇ ચાવડા રહે, રાજપરા, અને ગોરધનભાઇ જાદવભાઇ ચાવડા રહે, ગુંદા, ચોટીલા સહિતના રોકાયા હતા આ મામલે નાયબ કલેક્ટરે લાલ આંખ કરી છે ઝડપાયેલા ચારેય ઇસમોને તાત્કાલિક અસરથી મામલતદાર ચોટીલાને સુપ્રત કરવામાં આવ્યા છે અને તેઓની સામે જામીનગીરી સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી દેવામાં આવી છે ત્યારે બનાવમાં માત્ર રોકાયેલા વ્યક્તિઓ જ નહીં પરંતુ સરકારી મિલકતનો બિનઅધિકૃત ઉપયોગ કરવા દેનાર સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ નિયમોનુસાર કડક ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આ ઘટનાને પગલે સરકારી કચેરીઓ અને અતિથિ ગૃહોમાં ફફડાટ વ્યાપી ગયો છે.




