GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ મુળી તાલુકાના ખેડૂતોને વળતર મુદ્દે મોટી રાહત તાત્કાલિક નિરાકરણના આદેશ

તા.14/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાના સડલા અને કળમાદ ગામના અનેક ખેડૂતોએ સૌની યોજનાની પાઇપલાઇન નાખવાના કારણે તેમના પાક અને જમીનને થયેલા નુકસાનનું પૂરતું વળતર ન મળવા અંગે નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી આથી ફરિયાદને ધ્યાનમાં લઈને ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ તાત્કાલિક એક બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં સૌની યોજના સાથે સંકળાયેલા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવામાં આવ્યા હતા નાયબ કલેક્ટરે બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે અધિકારીઓએ ખેડૂતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું તેમને થયેલા નુકસાનનું યોગ્ય વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવું અને આ સમગ્ર કામગીરીનો વિગતવાર રીપોર્ટ કચેરીમાં સુપરત કરવો આ કાર્યવાહીના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ હવે ખેડૂતોની રૂબરૂ મુલાકાત લેશે જાહેર કરવામાં આવ્યા મુજબ આગામી તા.૧૬/૧૨/૨૦૨૫, મંગળવારના રોજ આ અધિકારીઓ સડલા અને કળમાદ ગામે ખેડૂતોને મળશે તેમની રજૂઆતો સાંભળશે અને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરશે આ પગલાથી વળતરની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે.

Back to top button
error: Content is protected !!