ચોટીલા પ્રાંત અધિકારીએ સાયલાના ચોરવીરા ગામે ગેરકાયદેસર ખનીજ ખનન પર દરોડો પાડ્યો
3 ટ્રેક્ટર, 4 જનરેટર મશીન, 8 ચરખી, 8 બકેટ સહિત કુલ રૂ.25.10 લાખના મુદ્દામાલ સાથે 25 મજૂરોનું રેસ્કયૂ કરાયું.

તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
3 ટ્રેક્ટર, 4 જનરેટર મશીન, 8 ચરખી, 8 બકેટ સહિત કુલ રૂ.25.10 લાખના મુદ્દામાલ સાથે 25 મજૂરોનું રેસ્કયૂ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા નજીક ખનીજ ચોરી ઉપર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે સાયલા તાલુકાના ચોરવીરા નજીક આવેલા સરકારી પડતર ખરાબ આમાં ચાલતા ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા દરમિયાન 3 ટ્રેક્ટર, 4 જનરેટર મશીન, 8 ચરખીયો 8 બકેટ, 4 બાઇક અને 100 મેટ્રિક ટન કોલસો જપ્ત કરવામાં આવ્યો છે અને દરોડા દરમ્યાન 25.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરી અને સાયલા મામલતદારને સોંપી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ચાલી રહ્યા હતા ત્યાં 25 જેટલા મજૂરોનું રેસક્યુ કરવામાં આવ્યું છે 25 જેટલા મજૂરોને કુવાની બહાર કાઢી અને તેમને પોતાના વતન તરફ મોકલવા અંગેની કાર્યવાહી પણ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા અનેક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરી અને કાર્બોસેલની ચોરી કરવામાં આવતી હોવાનો પણ ધડાકો થયો છે સરકારી જમીનમાં સમગ્ર રેકેટ ચાલતું હતું ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગેબિગ અંગે અને તડીપાર કરવા અંગેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે ચોરવીરા નજીક ખનીજ ચોરી ઝડપાઈ હોવાના કારણે ત્યાંના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે પણ પગલાં ભરવાની તૈયારી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દેખાડવામાં આવી છે કારણ કે સમગ્ર ઘટનામાં સરપંચ અને તલાટી ક્રમ મંત્રીની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તેમના વિરોધમાં પગલાં ભરવાની તૈયારી પણ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દેખાડવામાં આવી છે.





