GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા પ્રાંત અધિકારીએ થાન તરણેતર રોડ પર ગેરકાયદેસર 260 દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ

તા.22/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સરકારી જમીનો પર હોસ્પિટલ સીરામીક ઉદ્યોગના કારખાનાઓ દુકાનો ઊભી કરી નાખવામાં આવી હતી 210 કરોડની સરકારી જમીન કરાઈ ખુલ્લી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ તોડી પડાયા 17 કારખાનાના જમીનદોસ્ત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર થયેલા મોટા પાયે દબાણ સામે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે થાન વિસ્તારમાં અંદાજે 260 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે મોડી રાત્રે પ્રાંત અધિકારી પોતાની ટીમ સાથે પર પહોંચી દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી જમીન પર બાંધવામાં આવેલા 17 કારખાના અને હોટલ તોડી પાડવામાં આવ્યા હતા ઉપરાંત આશાપુરા હોસ્પિટલ ખાલી કરાવી તોડી પાડવામાં આવી તેમજ સિરામિક કારખાનાઓ પણ ધરાશાયી કરાયા હતા આ કાર્યવાહીમાં અંદાજે 210 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા દ્વારા ચોટીલા તળેટી અને મંદિરની આજુબાજુમાં કરવામાં આવેલા ડિમોલેશન બાદ હવે થાનગઢથી તરણેતર રોડ સુધી સરકારી જમીન ઉપર કરવામાં આવેલા બાંધકામો અને ગેરકાયદેસર બનાવવામાં આવેલી મિલકતો તોડી પાડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે થાન તરણેતર રોડ ઉપર 260 જેટલા એકમોને નોટિસો આપવામાં આવી હતી તે છતાં પણ સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલા બાંધકામો હટાવવામાં ન આવ્યા હતા અંતે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ તેમજ મુળી મામલતદાર સહિતની ટીમો દ્વારા આજે દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી થાનગઢમાં આવેલ સૂર્યા ચોકથી સોનગઢ સુધી સરકારી જમીનમાં અનેક ગેરકાયદેસર પાકા બાંધકામો કરી દબાણો કરવામાં આવેલ છે જે દબાણો દૂર કરવા દબાણ કર્તાને મામલતદાર થાનગઢ દ્વારા 6 ઓગસ્ટના રોજ નોટીસ આપવામાં આપેલ હતી તેમ છતાં દબાણ કર્તાઓ દ્વારા દબાણ દૂર ન કરતા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે થાનગઢ તાલુકો થાનગઢ ખાતે આવેલ સૂર્યા ચોક થી તરણેતર જવાના રસ્તાની બંને બાજુએ આવેલ સરકારી સર્વે નંબર 79, 81,89 તથા 349 પર પાકું બાંધકામ કરી 231 કોમર્શિયલ હેતુ સબબની દુકાનો, 7 સેનેટરી વેરના કારખાનાઓ દુકાનોમાં બનાવેલ હતા તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે દબાણ હટાવતા સમયે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે હોસ્પિટલ પર બનાવી નાખવામાં આવી હોવાનું સામે આવતા આશાપુરા હોસ્પિટલ પર તોડી પાડવામાં આવી છે અને હોસ્પિટલના ડોક્ટર ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત 17 જેટલા રહેણાંકના મકાનો એમ કુલ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે ત્યારે આ મુદ્દે તપાસ કરવામાં આવતા કોમર્શિયલ તથા રહેણાંક હેતુ સબબ ઉપયોગ કરનાર ઇસમો પાસેથી દબાણદાર દ્વારા ભાડું ઉઘરાવતા હોવાનું સામે આવ્યું હતું જે ધ્યાને આવેલ ઇસમો વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત થાનગઢ નગરપાલિકાની અડીને આવેલ થાનગઢ, અમરાપર તથા સોનગઢ ગામની સરકારી જમીન કે જે જમીન પર દબાણદારો દ્વારા છેલ્લા ઘણા સમયથી કબજો કરી કોમર્શિયલ ધંધાઓ કરી વળતર મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ અંગે કુલ મળીને જમીન એ 52-00 ગુ. જેટલી દબાણ કરવામાં આવેલ સરકારી જમીનની હાલની બજાર કિંમત. 210,26,00,000 અંકે બસો દસ કરોડ છવ્વીસ લાખ રૂપિયા પુરા જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે ત્યારે જે ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાંથી તાર ફેન્સિંગની કરવા માટે કાર્યવાહી તેમજ સરકારી જમીનની જાળવણી કરવા અર્થે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ જણાવ્યું છે.

*દબાણદારોના નામોની યાદી*

1. ભરતભાઈ અનકભાઇ કરપડા
2. કુલદીપભાઈ ભરતભાઈ કરપડા
3. કાનભા છેલભાઈ ભગત
4. આલકુભાઇ કાથડભાઇ ભગત
5. ચાપરાજભાઈ વસ્તુભાઈ જળુ
6. અનકભાઈ દાદભાઈ ખાચર
7. ડો. મેરૂભાઈ વેલાભાઈ કુમારખાણિયા
8. પ્રદ્યુમનસિંહ એચ ચુડાસમા
9. ભાભલુભાઈ અનકભાઈ જળુ
10. વિપુલભાઈ પરસોત્તમભાઈ
11. ભગાભાઈ ભાવાજીભાઈ
12. ઉમેદભાઈ એભલભાઈ ધાધલ
13. કૃણાલભાઈ હરેશભાઈ કડીવાળા
14. જીતેન્દ્રભાઈ વાઘાભાઈ રંગપરા
15. નરેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર
16. વિજયભાઈ છગનભાઈ સારદિયા
17. ખોડાભાઈ ઠાકરશીભાઈ મેણીયા
18. કિરણભાઈ અનિલભાઈ મૂળિયા
19. રાજેન્દ્રભાઈ દેવાયતભાઈ જળુ
20. શિવમ સીરામીક
21. સામતભાઈ પોલાભાઈ
22. રાજુભાઈ ભગત
23. યોગેશભાઈ ભવનભાઈ સવાડીયા
24. મંગળુભાઈ બાબભાઈ ખાચર
25. શાંતુભાઇ દેવાતભાઈ જળું
26. ધનજીભાઈ અરજણભાઈ રંગપરા
27. રમેશભાઈ વામાભાઈ વનાળીયા

Back to top button
error: Content is protected !!