ANJARGUJARATKUTCH

અંજારપી.જી.વી.સી.એલવર્તુળ કચેરી દ્વારા વીજળી યોજના અંગે નાગરિકોને જાગૃત કરાયા.

અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાના ગામોમાં શેરી નાટકોનું આયોજન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૦૧ ઓક્ટોબર : અંજાર પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી અને વિભાગીય વિભાગ કચેરી દ્વારા અંજાર ગ્રામ્ય-૧,અંજાર ગ્રામ્ય-૨, આદિપુર, રામબાગ, સામખીયાળી, ભીમાસર, બાલાસર અને રાપર પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારોમાં પી.એમ. સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગતલોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંજાર વર્તુળ કચેરી હેઠળના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાના વિવિધગામોમાં શેરી નાટકો દ્વારાયોજનાની માહિતી તેમજ સોલાર રૂફ ટોપના ફાયદાઓની સમજણ અપાઈ હતી.નાટક બાદ ગ્રામજનો, પ્રતિનિધિઓ અને શહેરીજનો દ્વારા સોલાર વિષયના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેવુ પીજીવીસીએલવર્તુળ કચેરી, અંજારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!