અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ ટીમ દ્વારા ગાંધીધામ તાલુકાના શિક્ષકોના ઇન્કમ ટેક્ષ રિટર્ન ફોર્મ નંબર – 16 ની ઓનલાઈન કોપી શિક્ષકોને આપવા માટે તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૦૮ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા ગાંધીધામ તાલુકાના શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે મિટિંગ કરવામાં આવી. આ મિટિંગમાં ગાંધીધામ તાલુકાના શિક્ષણ વિભાગના સિનિયર કલાર્ક બદલીથી આવેલા નવનિયુક્ત શ્રી ભાવેશભાઈ વાઘેલાને પણ હાજર રાખી ગાંધીધામ તાલુકાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઓફસમાંથી ઝડપથી કઈ રીતે પૂર્ણ કરવામાં આવે તે બાબતે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી.જેમાં શિક્ષકોના પ્રથમ, દ્વિતીય, તૃત્તિય ઉચ્ચતર હાયર ગ્રેડ,તેમજ તમામ પ્રકારના એરિયર્સ બિલોનો નિકાલ કરવો, ઇજાફાની નોંધની કામગીરી, રજા ઉધારવી, જૂથ વીમાની નોંધ, શિક્ષકોના ઉચ્ચ અભ્યાસની નોંધ, તેમજ સર્વિસ બુકની તમામ કામગીરી અપડેટ કરવી, તેમજ નિવૃત્ત શિક્ષકોના પેન્શન કેસ, રજા રોકડ બિલ, જૂથવીમા, ગ્રેજ્યુટી જેવા કામ ઝડપથી પૂર્ણ કરવા. અને સૌથી અગત્યનો મુદ્દો જે ખાસ ગાંધીધામ તાલુકાના શિક્ષકોના ઈન્કમટેક્ષ રિટર્ન નાણાકીય વર્ષ – 2023/24 ની રિટર્ન ફાઈલ ઓકે થઈ ગયેલ હોવાથી શિક્ષકોને 16 નંબર ની ઓનલાઈન કોપી આપવા બાબત ગાંધીધામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરી માંગણી કરી હતી. અને આ બાબતે ગાંધીધામના તાલુકા વિકાસ અધિકારી સાહેબે આ બાબતને પોઝીટીવ લઈને ગાંધીધામ તાલુકાના તમામ શિક્ષકોને 16 નંબરની ઓનલાઇન કોપી ગાંધીધામ તાલુકા કચેરીમાંથી આપવા માટે જણાવેલ છે.આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગાંધીધામ તાલુકાની ટીમના મુખ્ય કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા.
				



