AMRELI CITY / TALUKOGUJARATRAJULA

અમરેલી જીલ્લાના તમામ સરકારી ડોકટરોના યુનિયનની સાધારણ સભા યોજાઈ

રિપોર્ટર કિનલ પંડ્યા ડુંગર

અમરેલી જીલ્લાના તમામ સરકારી ડોકટરોના યુનિયનની સાધારણ સભા યોજાઈ

ટૂંક સમય પહેલા આણંદ જીલ્લામા ગુજરાત રાજ્યના તમામ સરકારી ઈન સર્વિસ ડોકટરોની સામાન્ય સભા યોજાયેલ હતી જેના અનુસંધાને ૧૯ ડિસેમ્બરના રોજ અમરેલી જીલ્લાના સરકારી ડોકટરોના યુનિયનની સાધારણ સભા અવધ હેરિટેજ રિસોર્ટ અમરેલી ખાતે યોજાયેલ હતી.જેમાં અમરેલીના તમામ સરકારી ડોક્ટરો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને સમગ્ર સભાનું સંચાલન ગુજરાત મેડિકલ સર્વિસ વર્ગના સેક્રેટરી અને અમરેલી જીલ્લા યુનિયનના પ્રમુખ ડૉ.વિરાટ અગ્રાવત દ્વારા કરવામાં આવેલ.

કાર્યક્રમની શરૂઆત જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના શાબ્દિક સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કર્યા બાદ યુનિયનના ડૉક્ટરશ્રી દ્વારા ડૉ.રશ્મિકાંત જોષી, ડૉ.અલ્પેશ સાલ્વી,ડૉ.અખિલેશ સિંઘ, ડૉ.એ.કે.સિંઘ,ડૉ.સતાણી સહિતના ડોક્ટરોનુ પુષ્પગુચથી સ્વાગત કરવામાં આવેલ.જયારે જીલ્લામાંથી બદલી બઢતીથી ટ્રાન્સફર થયેલા અને આવેલા અધિકારીશ્રી એવા ડૉ.અલ્પેશ સાલ્વી,ડૉ.અખિલેશ સિંઘ તેમજ ડૉ.આર.કે.સિન્હાનું સન્માન કરવામા આવેલ.

જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મિટિંગની કાર્યવાહી ચાલુ કરતા યુનિયન પ્રમુખ ડૉ.વિરાટ અગ્રાવત દ્વારા વિસ્તૃત ચર્ચા કરેલ તેમજ તેમના દ્વારા દરેક પ્રશ્નોની રાજ્ય કક્ષાએ રજુઆત કરવામાં આવશે જેમાં મુખ્ય પ્રશ્નો જેવા કે ડોક્ટરોની સેવા સળંગ,પ્રવરતા યાદી,ટીકુ ઉચ્ચતર પગાર,સેવા પોથી અપડેટ,કર્મયોગી પોર્ટલ,એન.પી.એસ.ના એકાઉન્ટ ખોલવા,કોવીડ સમયના ડોક્ટરોના ૧૩૦ દિવસના પગાર,કરાર અને બોન્ડેડ આધારિત તબીબોના પગાર જેવા ડોક્ટરોના મુંજવતા પ્રશ્નો ડૉ.વિરાટ અગ્રાવત દ્વારા ધ્યાનથી સાંભળી તેના નિરાકરણ માટે તેવો રાજય કક્ષાએ રજુઆત કરશે તેમ જણાવેલ તેવું અમરેલી જીલ્લાના જીડા જીએમએસ વર્ગ ૨ ના સરકારી ડોક્ટર્સ મંડળની યાદીમા જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!