GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી – પાટણ જીલ્લામાં પ્રોહી. ગુનામાં નાસ્તો ફરતો આરોપીને રવિરાજ ચોકડી ખાતેથી દબોચી લીધો 

 

MORBI:મોરબી – પાટણ જીલ્લામાં પ્રોહી. ગુનામાં નાસ્તો ફરતો આરોપીને રવિરાજ ચોકડી ખાતેથી દબોચી લીધો

 

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ તથા ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા મોરબી અને પાટણ જીલ્લાના પોલીસ મથકમાં નોંધાયેલ કુલ ત્રણ પ્રોહી.ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબીની રવિરાજ ચોકડી ખાતેથી દબોચી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાંચ ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક તથા પાટણ જીલ્લા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળના ગુનાનો આરોપી આરોપી જમાંરામ ઉર્ફે જગારામ જેઠારામ પ્રજાપતી રહે.રાજસ્થાન વાળો હાલે મોરબી રવિરાજ ચોકડી પાસે હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જેથી મળેલ હકીકત આધારે તપાસ કરતા, આરોપી જમારામ ઉર્ફે જગમારામ જેઠારામ પ્રજાપતી ઉવ.૩૨ રહે. ગામ તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાનવાળો ત્યાં મળી આવતા ઉપરોકત ગુનામાં હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!