નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટીની ઉપસ્થિતિમાં જે.પી. કોલેજ ભરૂચ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ






નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટીની ઉપસ્થિતિમાં જે.પી. કોલેજ ભરૂચ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ
સ્વરક્ષણ થી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા આહવાન કરતા નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી નીકુંજ પટેલ
જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક નાગરિકોને અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે અનુરોધ
ભરૂચ – સોમવાર – ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન જે.પી. આર્ટસ કોલેજ ભોલાવ ખાતે કરાયું હતું.
આ તાલીમમાં નાયબ કલેક્ટરશ્રી નીકુંજ પેટલ દ્નારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે. સ્વરક્ષણ થી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું. સિવિલ ડીફેન્સના હેતુઓ, તેની પ્રાથમિક માહિતિ અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તુત સમજુતી આપવામાં આવી હતી. સિવિલ ડીફેન્સના હેતુઓ, તેની પ્રાથમિક માહિતિ અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તુત સમજુતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાધેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર, તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા,પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજુતી આપી કેવા પ્રકારના પગલા લેવા તેમજ સિવિલ ડીફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આપાતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જીલ્લામાં તાલુકા મથકો ઉપર પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેઓ નીચે દર્શાવેલ લીંક મારફત તેમજ તાલીમનાં સ્થળે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.આજથી આગામી ૬ જૂન ૨૦૨૫ સુધી જિલ્લાના તમામ તાલુકામથકો ઉપર સિવિલ ડીફેન્સ તાલીમનું આયોજન કરાયું છે.
આ તાલીમમાં પ્રાંત અધિકારીશ્રી મનીષા મનાણી, ભરૂચ મામલતદારશ્રી માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી લાડુમોર, તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, સરપંચશ્રીઓ અને તલાટીમંત્રીશ્રીઓ, આપદા મિત્રો, હોમગાર્ડ, ખાનગી સુરક્ષા એજન્સીનાં કર્મચારીશ્રીઓ, NGO વિગેરે લોકોને સરપંચશ્રીઓ અને તલાટીમંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




