નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઇ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ યોજના હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ વ્યવસ્થા , ગ્રામ્ય – તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ વ્યાજબી ભાવોની દુકાનમાં ગ્રાહકો માટે ઈ-કેવાયસી અંગે ચર્ચા-સમીક્ષા કરી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા નાગરિક પુરવઠાની બેઠકમાં નવસારી જિલ્લામાં એપ્રિલ- ૨૦૨૪ થી ડિસેમ્બર -૨૦૨૪ સુધીમાં જિલ્લાકક્ષાએ થી વાજબી ભાવની દુકાનની કુલ-૧૨૧ , બિનપરવાનેદારશ્રીની-૩૯ ગેસ એજન્સીઓની-૩૨ , ગોડાઉન-૨૨ , પેટ્રોલપંપ-૫૫ તપાસણી કરવામાં આવી છે. બેઠકમાં સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.