GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઈ.જિલ્લા કલેકટર -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર પુષ્પલતાએ લાભાર્થીઓને અનાજ સમયસર મળી રહે તથા એ.એ.વાય યોજના હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ વ્યવસ્થા , ગ્રામ્ય – તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ વ્યાજબી ભાવોની દુકાનમાં ગ્રાહકો માટે ઈ-કેવાયસી  થાય તે અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા નાગરિક પુરવઠાની બેઠકમાં નવસારી જિલ્લામાં એપ્રિલ- ૨૦૨૪ થી ઓક્ટોબર -૨૦૨૪ સુધીમાં જિલ્લાકક્ષાએ થી વાજબી ભાવની દુકાનની કુલ-૧૨૮ , બિનપરવાનેદારની -૩૭ , ગેસ એજન્સીઓની-૨૮ ,  ગોડાઉન-૧૬,  પેટ્રોલપંપ-૪૫ તપાસણી કરવામાં આવી છે. બેઠકમાં સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!