અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુરના રામપુર ગામે પોલિસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ,માલપુર પોલીસે 28 સામે નામજોગ તેમજ 200 થી 300 જેટલા ટોળાં સામે ફરિયાદ નોંધાઈ
માલપુર ના રામપુર ગામે ગત 2 સપ્ટે ના રોજ મનીષા તરાર નામની યુવતી નું મોત થતા મનીષા ના સસરા રણછોડ તારાર દ્વારા માલપુર પોલીસ માં જાણ કરાતા પોલીસે રામપુર ગામે લાશ નું પંચનામું કરી ને લાશ ને પીએમ માટે માલપુર સીએચસી લેવાઈ હતી ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 સપ્ટેશ્વર ના રોજ બપોરે 1 – 00 કલાકે નાથાવાસ ના પિયારીયાઓ દ્વારા મોત બાબતે હત્યા ની શંકા કરી લાકડીઓ અને લોખંડ ની પાઇપો દ્વારા મનીષા ના સાસરી માં પહોંચ્યા હતા અને કીકીયરીઓ કરતા હતા ,સમગ્ર બાબતે માલપુર પોલીસ ને જાણ કરતા પોલીસે જિલ્લા પોલીસ વડા ની મંજૂરી થી જિલ્લા ની બીજી પોલીસ મંગાવી ને રામપુર બંદોબસ્ત માં ગયા હતા ત્યાં વાતાવરણ તંગ જણાયું હતું નાથાવાસ ના ગામ લોકો ને પોલીસે સમજાવવા નો પ્રયત્ન કર્યો પણ પિયારીયાઓ વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસ ને મારી નાખવાના ઇરાદે પોલીસ પર પથ્થર મારો કર્યો હતો જેમાં પાંચ પોલીસ અધિકરીઓ અને નવ પોલીસ કોન્સ્ટેબલો ને નાની મોટી ઇજાઓ થઈ હતી પોલિસે કાયદો હાથ માં ના લેવા માટે વિનંતી પણ કરી છતાં તોફાન ઉગ્ર બનતા બળ પ્રયોગ કરી ને ટોળા ને વિખેરી નાખ્યું હતું અને જે લોકો તોફાન કરતા હતા તેમના 8 આરોપીઓ ને રાઉન્ડ અપ કરી ને ધરપકડ કરી હતી જડપાયેલ આરોપીઓ ની પૂછપરછ કરી ને 28 નામ જોગ અને બીજા બસો થી ત્રણસો ના તોડા સામે પોલીસ ને મારી નાખવા નો પ્રયાસ,પોલીસ વાહન માં તોડફોડ,મકાન માં તોડફોડ કરી સળગાવવું અને રોકડ ની ચોરી બાબત અંગે જીલ્લા મેજી સા. અરવલ્લી મોડાસા નાઓના ચાલતા હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા હોવાથી માલપુર પી એસ આઈ પોતે ફરિયાદી બની ગુન્હો દાખલ કરી બી.એન.એસ.ક.૧૮૯(૨),૧૯૧(૨),૧૯૧(૩), ૧૯૦,૬૧(૨),૧૨૧(૧),૨૨૧,૧૨૫(એ),૩૨૭(જી),૧૦૯,૧૩૨,૩૧૦(૨), ૨૯૬(બી) તથા જી.પી. એકટ ક.૧૩૫ તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ-૩ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આરોપીઓના નામ
(૧).મણાજી દેવાજી ખાંટ (૨) શૈલેષભાઇ ભેમાભાઇ ખાંટ (૩) ગીરીશભાઇ ધુળાભાઇ નટ (૪)વિક્રમભાઇ જગાભાઇ તરાર (૫) ભવજીભાઇ ખેમાભાઇ ડાભી (૬) કમલેશભાઇ જેશીભાઇ ડાભી (૭)રવીભાઇ મોહનભાઇ ખાંટ (૮)મોહીતભાઇ દીનેશભાઈ ડાભી (૯) ભેમાભાઈ કાળાભાઈ ખાંટ (૧૦) શીવાભાઈ મણાભાઇ ખાંટ (૧૧) મહેશભાઇ મણીભાઇ ખાંટ (૧૨) જીતેન્દ્રભાઇ ભેમાભાઇ ખાંટ (૧૩) રામાભાઇ મણાભાઇ ખાંટ (૧૪) રમેશભાઇ લાડુભાઇ બામણીયા (૧૫) વિનુભાઇ લાડુભાઇ કોટવાળ (૧૬) રસીકભાઇ ભુરાભાઇ ખાંટ (૧૭) શવાભાઇ દેવાભાઇ ખાંટ (૧૮) રામાભાઇ કાંનાભાઇ ખાંટ (૧૯) દરીયાબેન વા/ઓ ભૈમાભાઇ ખાંટ (૨૦) વિણાબેન મણાભાઇ ખાંટ (૨૧) ગોર્ધનભાઇ શીવાભાઈ ખાંટ (૨૨) જગાભાઇ કાળાભાઇ ખાંટ (૨૩) સુર્યાબેન રાંમાભાઇ ખાંટ (૨૪) ભાથીભાઇ ગોરાભાઇ ખાંટ (૨૫) ભાવેશભાઇ સાલાજી ખાંટ (૨૬) ગોપાલભાઇ કાનાજી ખાંટ (૨૭) રણછોડભાઇ કાળાભાઈ ખાંટ (૨૮) મુસાભાઇ કાળાભાઇ ખાંટ તમામ રહે નાથાવાસ તા,માલપુર જી.અરવલ્લી તથા બીજા 200 થી 300 લોકોના ટોળાં નાથાવાસથી આવેલા જેમણા સામે ફરિયાદ નોંધાઈ છે
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel