
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૦૧ સપ્ટેમ્બર : જિલ્લામાં ભારે વરસાદ બાદ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ, સફાઈ કામગીરી તેમજ રોગચાળો ના ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.માંડવી શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાની સૂચના અન્વયે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય એ વિસ્તારોમાં રોડ રસ્તાની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. વરસાદે વિરામ લેતાં માંડવી નગરપાલિકા તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી નિકાલ બાદ સાફ સફાઈ અને લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના તમામ વોર્ડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.





