
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૧૩ ફેબ્રુઆરી : કલેક્ટર આનંદ પટેલે રાપર શહેરની મુલાકાત લઇને શહેરને કનડતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી.રાપર તાલુકા મામલતદાર કચેરીની કામગીરીની સમીક્ષા બાદ સરકારી વાણિજ્ય કોલજની મુલાકાત લઇને કલેક્ટરશ્રીએ કોલેજના જમીન તથા મકાનના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમજ આગામી ઉનાળાને લઇને રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીના આગોતરા આયોજન અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી.આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી જે.આર.ગોહિલ તથા વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






