મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સામળા ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લેતા કલેક્ટર નેહા કુમારી
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના શામણા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા કલેકટર નેહા કુમારી…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
તા.૧૯/૧૦/૨૪
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને મળશે આધાર આઈડી ની જેમ ફાર્મર આઈડી
પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત.
રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં ફાર્મર રજિસ્ટ્રીનું ૧૫ ઓક્ટોબર થી ખેડૂત નોંધણી શરૂ
આજ રોજ જિલ્લા કલેકટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ લુણાવાડા તાલુકાના શામણા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ખેડૂતો સાથે ‘ફાર્મર રજીસ્ટ્રી’ અંગે ખેડૂતોને જાણકારી આપતા તેના ફાયદાઓ વિશે તેમણે માહિતગાર કર્યા હતા.
જિલ્લા કલેકટર નેહા કુમારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ‘ફાર્મર રજીસ્ટ્રી’ અભિગમ દ્વારા આધારકાર્ડ સાથે ખેડૂતો જમીનના સર્વે નંબરથી જમીન લીંક કરવામાં આવશે જે ખેડૂત તરીકે ડિજિટલ ઓળખ હશે. આ નંબર દ્વારા જમીનની વિગતો, પાકની વિગતો વગેરે ચકાસી શકાશે. તેમજ બજારભાવો પણ જાણી શકાશે. કિસાન ક્રેડીટ કાર્ડ અંતર્ગત ધિરાણમાં પણ સરળતા રહેશે.
વધુ માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે, આ રજીસ્ટ્રી દ્વારા રાજ્ય સરકારની યોજનાઓ ભારત સરકારની યોજનાઓ સાથે લિંક હશે. જેમ કે, પીએમ કિસાન યોજના, આઇ ખેડુત, PMFBY, કિસાન ક્રેડીટ કાર્ડ વગેરે. આ યોજના દ્વારા સરકારને યોજનાઓનું આયોજન અને લાભાર્થીઓને ચકાસણી કરવામાં સરળતા રહેશે. કૃષિ પેદાશોની વેચાણ અને વ્યવસ્થા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, યોજનાઓની સલાહ સુચન અને જાણકારી મેળવવા વગેરેમાં ઉપયોગી થશે.
ફાર્મર રજીસ્ટ્રી વન ટાઈમ લાઈફ ટાઈમ એટલે જીવનમાં એક જ વખત કરવાનું રહેશે. તે વારંવાર કરવાનું રહેશે નહીં. નોંધણી વખતે ખેડૂતનાં આધારકાર્ડ, આધાર કાર્ડ સાથે લિક મોબાઈલ નંબર અને 7-12 અને 8અ નાં રેકર્ડની ચકાસણી કરી નોંધણી કરવાની રહેશે. પીએમ કિસાનના લાભાર્થીઓને તારીખ ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં અને એ સિવાય અન્ય ખેડૂતોએ તારીખ ૩૧/૦૩/૨૦૨૪ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત આધાર કાર્ડ સાથે જરૂરી જમીન લીંક કરવાની રહેશે. જે ગામની જમીન હોય તેઓએ તે ગામના વીસી પાસે જરૂરી વિગતો સાથે અથવા જો ખેડૂત જાતે પણ https://gifr.agristack.gov.પોર્ટલ ઉપર નોંધણી કરી શકે છે.
- શામણા ગ્રામ પંચાયત ખાતે ખેતીવાડી અધિકારી જે આર પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી,મૈત્રીબેન, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.