અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં કપડાં ધોવાનો બનાવટી પાવડર પધરાવી ઠગ ફેળીયો વેપારી ગાયબ,પાવડરની જગ્યાએ નીકર્યું મીઠુ
આજના યુગમાં હવે નકલી ચીજ વસ્તુઓ નો વેપલો કરી વધુ રૂપિયા કમાવાની લાલચ રાખી લોકો સાથે છેતરપિંડી કરતા લોકો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને આવા લોકો ની સામે યોગ્ય આકળા પગલાં લઇ નક્ક્ડ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે લોકો હવે કપડાં ધોવાના પાવડર ની બનાવટ કરી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ઘટના સામે આવી છે
મળતી માહિતી મુજબ મેઘરજ નગરમાં એક ફેરિયો વેપારી કપડાં ધોવાનો ટાઇડ નામનો પાવડર લઇ ને આવ્યો હતો જેમાં આ વેપારીએ નગરમાં એક રહેઠાણ વિસ્તારમાં પાવડર વેચ્યો હતો અને વિવિધ વિસ્તારો માં ગાડી માં ટાઈડ કંપની ના પાવડરના 250 વાળા પેકિંગ 100 રૂપિયા માં વેચતા લોકો એ સસ્તો પાવડર મેળવવા લોકો રીતસર પડપાડી કરી હતી.અને પાવડર ની ખરીદી કરી હતી હકીકત ત્યારે સામે આવી કે પેકેટ તોડતા અંદરથી મીઠુ નીકળતા લોકો ને છેતરાયા નો અહેસાસ થયો હતો. બીજી તરફ કહી શકાય કે ટાઈડ કંપની નું સ્લોગન “ક્યું ચોંક ગયે ના” જેવો ઘાટ સર્જાયો હતો આ વેપારીએ લોક ચર્ચા મુજબ ઠગ વેપારી 50 થી 60 હજાર રૂપિયાનો વેપલો કરી લીધા નું અનુમાન છે પેલી કહેવત છે કે લાલચી હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે સાચી ઠેરવતો બનાવ સામે આવતા ચકચાર મચી છે