GUJARATKUTCHNAKHATRANA

ધાવડા મોટા ખાતે પકડાયેલા અનાજના જથ્થા સામે ક્લેકટરશ્રી ની કડક કાર્યવાહી.

મોટા ધાવડા પાસે ટેમ્પામાં શંકાસ્પદ અનાજનો જથ્થો જેની કુલ કિંમત રૂા.૨,૯૪,૭૫૦ મળી આવ્યો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ

નખત્રાણા, તા – ૨૨ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ધાવડા મોટા ગામ મધ્યેથી નખત્રાણા પોલીસ દ્વારા તા.૨૦/૦૨/૨૦૨૪ ના ૨૩:૦૦ કલાકે બિનવારસુ ટેમ્પો પકડવામાં આવ્યો હતો. જેમા ચોખા ૯૭૫૦ કિલો કિંમત રૂા.૨, ૪૩,૭૫૦ , ચણા-૧૧૫૦ કિલો કિંમત રૂા.૪૬,૦૦૦ , બાજરી- ૨૫૦ કિલો કિંમત રૂા.૫૦૦૦ એમ મળી કુલ ૧૧,૧૫૦ કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો જેની કુલ કિંમત રૂા.૨,૯૪,૭૫૦ મળી આવ્યો હતો. જે અનાજનો જથ્થો તથા બિનવારસુ ટેમ્પો આશરે કિંમત રૂા.૪,૦૦,૦૦૦ એમ કુલ રૂા.૬,૯૪,૭૫૦ નો મુદ્દામાલ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ પકડાયેલ અનાજના જથ્થાના નમુના લેવા નાયબ જિલ્લા મેનેજરશ્રી(ગ્રેડ ૨) ને સુચના આપવામાં આવેલી છે. શંકાસ્પદ જથ્થા બાબતે કલેકટરશ્રી કચ્છ દ્વારા માહિતી પુરાવા એકત્ર કરવા તથા વિગતવાર અહેવાલ રજુ કરવા તાત્કાલીક ટીમની રચના કરી સઘન તપાસણી પણ હાથ ધરવામાં આવેલી છે તથા જવાબદારો સામે કડક પગલાં લેવા સુચના આપવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!