
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૧૫ ઓભગસ્ટ : ભુજ તાલુકાની નોખાણીયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રના ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગામમાં તિરંગા યાત્રા કાઢ્યા બાદ શાળાના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં એસ.એમ.સી. અધ્યક્ષ ભિલાલ સમાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ સૌને આવકારી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો અને શહીદવીરોના બલિદાનને યાદ કરી તેમને અંજલિ આપી હતી. બાળકો માટે વિવિધ પ્રકારની રમત – ગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ગામના યુવા ટ્રાન્સપોર્ટ અગ્રણી ભરતભાઈ છાંગા તરફથી કાર્યક્રમના વિજેતા બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે બાળકો અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ગ્રામજનો માટે તેમના તરફથી અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોએ બાળકો માટે રોકડ ઇનામો જાહેર કર્યા હતા. આ તકે આંગણવાડી વર્કર હેતલ છાંગા તેમજ મનજી છાંગા, રમેશ માતા, નરશી વારોત્રા, માવજી માતા, કિશોર ચાડ, હરેશ છાંગા , ભરત વારોત્રા, હરિભાઈ ચાડ , રમેશ છાંગા સહિતના આગેવાનો ઉપરાંત એસ.એમ.સી. અને ગ્રામ પંચાયતના સદસ્યો, વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના મ. શિ. બ્રિજેશ બૂચે જ્યારે આભારવિધિ કુ. માનસી ગુસાઈએ કરી હતી. આયોજનને સફળ બનાવવા શાળા પરિવારના લીલાધર બિજલાણી, કેશુભાઈ ઓડેદરા,નમ્રતા આચાર્ય તેમજ ગામના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.



