તરણેતર લોકમેળાની મુલાકાત લેતાં હાસ્ય કલાકાર પદ્મ શાહબુદ્દીન રાઠોડ
માનવીયું મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ લોકમેળો : પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ

તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
માનવીયું મેળે મેળે આવે અને મેળે મેળે જાય એનું નામ લોકમેળો : પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ*
તરણેતર લોકમેળા આયોજન સમિતિના સભ્ય અને હાસ્ય કલાકાર પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડે આજે લોકમેળાની મુલાકાત લીધી હતી તેમણે તરણેતર લોકમેળાના અનુભવો વર્ણવતાં જણાવ્યું કે, માનવીયું મેળે મેળે આવે અને મેળે મેળે જાય, એનું નામ લોકમેળો તરણેતર લોકમેળામાં ગ્રામ્યજીવન દ્રષ્ટિગોચર થાય છે જેથી, આ મેળાને ખરાં અર્થમાં ભાતીગળ લોકમેળો કહી શકાય આ લોકમેળા સાથે મારે ૮૦ વર્ષ જૂનો નાતો છે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના મહાત્મ્યના લીધે નાનપણમાં અનેકવાર ચાલીને મેળામાં આવ્યા છીએ છેલ્લા ૩૬ વર્ષથી આયોજન સમિતિના સભ્ય હોવાનું પણ જણાવ્યું હતું ઋષિપાંચમ એટલે કે તા. ૨૮ ઓગસ્ટના રોજ મેળામાં તેમનો લોકડાયરો યોજાનારો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ૨૦૦ વર્ષથી પણ વધુ જૂના આ લોકમેળાની અનેક ખાસિયતો પૈકી એક ખાસિયત ભજન રાવટી છે સંતો-મહંતો પધારીને આ મેળાના મહત્વમાં વધારો કરે છે સ્થાનિક કલાકારોથી લઈને અનુપ જલોટા જેવા નામી કલાકારોને અહીં મંચ મળ્યા છે પાંચાળ પ્રદેશની ભૂમિનો પ્રતાપ છે કે અહીં મેળામાં વિહાર જોવા મળે છે પણ વિકાર ક્યારેય જોવા મળશે નહીં ત્યારે ગુજરાત સરકાર આપણા દેશની પ્રાચીન પરંપરાને જીવંત રાખવા ઉત્સવો અને લોકમેળાને પ્રોત્સાહન આપી રહી છે જે સરાહનીય બાબત છે.



