વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લામાં આવેલ શાળાઓમાં melzo સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે.જેના લઈને ગત તા.30/08/2024નાં રોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવીને તપાસની માંગ કરી હતી.જોકે આજદિન સુધી યોગ્ય જવાબ કે તપાસ કરવામાં ન આવતા,ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ અંગે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ગત તા. 30/08/2024 ના રોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા સદન ખાતે ચીટનીશ ટુ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં જણાવેલ melzo.com નામની એજન્સીની તપાસ કરવા માટે આવેદનપત્ર આપેલ હતુ.જે આવેદનપત્ર બાબતે કોઈ પણ પ્રકારનો હજુ સુધી જવાબ લેખિતમાં મળેલ નથી એની વારંવાર ચિટનીશ ટુ કલેક્ટરને મૌખિક ફરિયાદ પણ કરવામાં આવી હતી.ત્યારે એમના દ્વારા પણ જે તે વિભાગને વારંવાર પત્ર લખી જાણ પણ કરેલ જેથી જે તે વિભાગના અધિકારીની બેદરકારીના લીધે આજ દિન સુધી અરજદારને લેખિતમાં જાણ થયેલ નથી. જેના લીધે કોંગ્રેસ સમિતિને માહિતી મળેલ કે આ melzo.com એજન્સીના માણસો સ્કૂલોમાં જઈ આ સોફ્ટવેર ફરજીયાત ઇન્સ્ટોલ કરવાનું દબાણ કરે અને એવુ કહે છે કે, તમારે આજ સોફ્ટવેર વાપરવાનો છે અને સરકારના સોફ્ટવેર નથી વાપરવાનો આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે કોઈ બહારનો (અમેરિકા)નો ડોનર છે. અને તે ડોનર 1 વર્ષના એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનાં 50,000 હજાર રૂપિયાનું દાન કરે છે. અને આ સોફ્ટવેર ખાલી 3 વર્ષ માટે ફ્રી છે.અને ઉચ્ચ અધિકારીઓનાં નામો લઈ જે તે સ્કૂલો ને ફરજીયાત આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું દબાણ કરે છે. ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રને લઈ કોઈ કાર્યવાહી ના થવાના લીધે અને અધિકારીઓની બેદરકારીના લીધે આવી એજન્સીઓ અહીં આવી મફત કરીને લાભ લેવા આવતી હોઈ છે એવુ સ્પષ્ટ પ્રતીત થતું હોય એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.ત્યારે આવી એજન્સીએ ડાંગ જિલ્લામાં જે તે સ્કુલમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલ છે તેને તાત્કાલિક ધોરણે ડીલીટ કરી સરકારની ગાઈડ લાઈન અને નીતિ નિયમ મુજબ ડાંગ જિલ્લા આદિવાસી બાળકોને ભણાવવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે. અને આ melzo.com નામની એજન્સીને ડાંગ જિલ્લામાં બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.તેમજ વધુમાં આ અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં નહિ આવે તો ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..