DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

CM ના હસ્તે ‘ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ; સુરેન્દ્રનગર જિલ્લાના નવલગઢ ગામે ૧૩૩ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમૂહૂર્ત

ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પી.કે. પરમાર, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત

તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પી.કે. પરમાર, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત, ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ સ્તરે માળખાગત સુવિધાઓને સુદ્રઢ કરવા અને છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ સરળતાથી પહોંચાડવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ ગામેથી રાજ્યવ્યાપી ‘ગ્રામોત્થાન યોજના’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૬૬ નવીન ગ્રામ પંચાયત ભવનોના ખાતમૂહૂર્ત કરી ગ્રામીણ વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ કરાયો છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૩૩ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર હંમેશા ‘ગામડું બેઠું થશે તો દેશ બેઠો થશે’ના મંત્રને વરેલી રહી છે આ નવતર ગ્રામોત્થાન યોજના માત્ર ભવન નિર્માણ પૂરતી સીમિત નથી પરંતુ તે ગ્રામીણ અર્થતંત્રને ગતિશીલ બનાવવાનું એક સબળ માધ્યમ બનશે નવા બનનારા આ પંચાયત ભવનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેના પરિણામે ગ્રામજનોને આવકના દાખલા, રેશનકાર્ડની કામગીરી કે અન્ય સરકારી યોજનાઓના લાભો લેવા માટે હવે દૂર સુધી જવું નહીં પડે આ આધુનિક ભવનો ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે, જેનાથી ‘ડિજિટલ ગુજરાત’નું સપનું સાકાર થશે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આ પ્રોજેક્ટ હેઠળ વિકાસની નવી લહેર જોવા મળશે. રાજ્ય સરકાર ગામડાઓને શહેરો જેવી સુવિધા આપવા માટે કટિબદ્ધ છે ગ્રામોત્થાન યોજના થકી ગામડાઓમાં રોજગારીની તકો ઊભી થશે અને સ્થાનિક કક્ષાએ માળખાગત સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર અને પીવાના પાણીની વ્યવસ્થાઓમાં નોંધપાત્ર સુધારો થશે આ યોજના સામાજિક અને આર્થિક ઉત્થાનનો મજબૂત પાયો નાખશે જે લાંબાગાળે રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વનું પ્રદાન કરશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પી.કે. પરમાર સહિતના મહાનુભાવોએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જલંધરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!